ર માર્ગ, ઈજીપ્તની સુએઝ કેનાલમાં ગત મંગળવારે (23 માર્ચે) ચીનથી માલ લઈને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન ફસાઈ ગયું હતું જેથી જામની સ્થિતિ સર્જાઈ હતી. જો કે, 6 દિવસ બાદ સોમવારે, 29 માર્ચે તે જહાજ બહાર કાઢવાના પ્રયાસોે સફળ રહ્યા હતા. કેનાલના અધિકારીઓના જણાવ્યા મુજબ, ટ્રાફિક હવે ધીમે ધીમે પૂર્વવત થશે.
ગત, મંગળવારે આ માર્ગ પર 100 કરતા વધારે જહાજ ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા. આ જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ચાલકો સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટનાના કારણે દર કલાકે 2,800 કરોડ રૂપિયાનું નુકસાન થયું અને એશિયા-યુરોપ વચ્ચેનો મોટા ભાગનો ટ્રેડ પ્રભાવિત થયો.
આ વિશાળ માલવાહક જહાજ એવરગ્રીન પર પનામાનો ઝંડો લાગેલો છે. 193.3 કિમી લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. મંગળવારે સવારે સુએઝ પોર્ટની ઉત્તરે નહેર પાર કરતી વખતે કંટ્રોલ ગુમાવવાથી આ જહાજ ફસાઈ ગયું હતું. તેને બહાર કાઢવા માટે મોટા પાયે ટગ બોટ્સ કામે લગાવડામાં આવી હતી. 30,000 ઘન મીટર રેતીનું ડ્રેજીંગ કરીને ફસાયેલું જહાજ સોમવારે (29 માર્ચ) બહાર કઢાયું હતું. એક સપ્તાહમાં લગભગ ઓછમાં ઓછા 369 અન્ય જહાજો કેનાલની બન્ને તરફે જળમાર્ગ ખુલવાની રાહ જોતા લાંગરેલા પડ્યા છે. ફસાયેલા જહાજને યાંત્રિક સહિતનું કોઈપણ પ્રકારનું નુકશાન પણ નહીં થયાનું પ્રાથમિક રીતે જણાવાયું છે.