Muslim groups urge Braverman to retract 'irresponsible and divisive' grooming gang comments
REUTERS/Henry Nicholls?

હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને આગામી પાર્લામેન્ટની ચૂંટણી માટેની હેમ્પશાયરની નવી ફેરહામ એન્ડ વોટરલૂવિલ સીટ પર હરીફ ટોરી બેકબેન્ચર ફ્લિક ડ્રમન્ડ સામે બુધવારે રાત્રે પસંદગીની લડાઈ જીતી ગયા હતા. કન્ઝર્વેટિવ પાર્ટીના નિયમો વિરુદ્ધ મતવિસ્તારની ઇવેન્ટ્સમાં પ્રચાર માટે જવા બદલ સુએલા બ્રેવરમેનની ટીકા કરાઇ હતી.

આ બેઠક બાઉન્ડ્રી ફેરફાર દ્વારા બનાવવામાં આવી છે. બ્રેવરમેન 54 સામે 77 મતોથી જીત્યા હતા. જો તેઓ હારી ગયા હોત, તો તેમણે પડોશની હેમ્બલ વેલી મતવિસ્તાર માટે બીજી પસંદગીનો સંકેત આપ્યો હતો.

મીઓન વેલીના સાંસદ ડ્રમન્ડે કહ્યું કે તેણી પરિણામથી “નિરાશ” હતી પરંતુ “મીઓન વેલીના સાંસદ તરીકે ચાલુ રહીશ અને મારા મતદારો માટે શ્રેષ્ઠ કામ કરીશ.”

બ્રેવરમેને કહ્યું હતું કે “હું મારા સાથીદાર ફ્લિક ડ્રમન્ડ, એમપી, વેલીના અને લોકો કન્ઝર્વેટિવ પાર્ટી એસોસિએશનનો આભાર માનું છું કે તેઓ મને નવી સીટ માટે તેમના ઉમેદવાર તરીકે અપનાવે છે. સંસદમાં મારા મતદારોનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખવાની તક મળી તે માટે હું ખૂબ જ સન્માનિત છું. હું વિસ્તારના લોકો માટે સકારાત્મક પરિવર્તન લાવવાની લડાઈમાં થાકીશ નહીં.’’

LEAVE A REPLY