સુએલા બ્રેવરમેનને માત્ર એક વર્ષમાં યુકે કેબિનેટમાંથી બે વખત કાઢી મૂકવામાં આવ્યા છે. તેમના વિવાદો સાથેનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેમણે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ માટે “વાવાઝોડુ” શબ્દ વાપર્યો હતો.
બેરિસ્ટર અને એટર્ની જનરલ તરીકે સેવા આપનાર સુએલા સાઉથ ઇસ્ટ ઈંગ્લેન્ડમાં ફરહમ બેઠકના કન્ઝર્વેટિવ પાર્ટીના સંસદસભ્ય છે.
તેઓ હિંદુ તમિલ માતા ઉમા અને ગોઅન મૂળના પિતા ક્રિસ્ટી ફર્નાન્ડિસના ઘરે લંડનમાં જન્મ્યા હતા. તેમના પરિવારજનો 1960ના દાયકામાં મોરેશિયસ અને કેન્યાથી યુકેમાં સ્થળાંતર કરીને આવ્યા હતા. કેમ્બ્રિજ યુનિવર્સિટીના લૉ ગ્રેજ્યુએટ સુએલાએ 2018 માં રાએલ બ્રેવરમેન સાથે લગ્ન કર્યા હતા અને તેમને બે બાળકો છો. બ્રેવરમેન બૌદ્ધ ધર્મ પાળે છે અને લંડન બૌદ્ધ કેન્દ્રમાં નિયમિતપણે હાજરી આપે છે. તેમણે ભગવાન બુદ્ધની વાતોના ‘ધમ્મપદ’ ગ્રંથ પર સંસદમાં શપથ લીધા હતા.