દિલ્હીમાં રહેતા અને કેથોલિક પાદરી તરીકે સેવા આપતા કાકા ફાધર આયરેસ ફર્નાન્ડિસે તેમની ભત્રીજી અને યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેનને ઈમિગ્રેશન વિશેની તેમની ભાષા વિશે ચેતવણી આપી વિનંતી કરી છે કે તે ભૂલે નહિં કે તે પોતા પણ ઇમીગ્રન્ટનું બાળક છે.
દિલ્હીના ઓખલામાં એક રીટ્રીટ સેન્ટરના ડિરેક્ટર તરીકે સેવા આપતા ફાધર આયરેસ ફર્નાન્ડિસે ‘ધ ટાઈમ્સ’ને કહ્યું હતું કે ‘’ગેરકાયદેસર ઈમિગ્રેશન પર કાબૂ મેળવવાની જરૂરિયાતને સમજુ છું. પણ શરણાર્થીઓ અને આશ્રય શોધનારાઓ પ્રત્યે વધુ કરુણાની જરૂર છે. હું ફક્ત પ્રાર્થના કરું છું કે તેણી યાદ રાખે કે તે પોતે ઇમીગ્રન્ટ માતાપિતાને ત્યાં જન્મેલી છે, અને તેથી, આવી ટિપ્પણી કરતી વખતે તેણીએ થોડી સાવચેત રહેવાની જરૂર છે. તે પોતે ખૂબ જ મજબૂત છે, તેની પોતાની વિચારસરણી છે. પરંતુ હું માનું છું કે આવી ટિપ્પણીઓ માટે એક મંત્રી હોવાને કારણે તેણીએ થોડી સાવચેતી રાખવી જોઈએ.”
માન્ચેસ્ટરમાં બ્રેવરમેનના ટોરી કોન્ફરન્સના ભાષણ પછી તેની પોતાની પાર્ટી રેન્કમાંથી તેમની ટીકા થઈ હતી.