Rabindranath Tagore Literature Award

સુદીપ સેનના પુસ્તક ‘’એન્થ્રોપોસીન: ક્લાઈમેટ ચેન્જ, કોન્ટેજીયન, કોન્સોલેશન’’ (પિપ્પા રણ બુક્સ, યુકે)ને રવીન્દ્રનાથ ટાગોર સાહિત્ય પુરસ્કાર 2021-2022ના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યું છે.

આ પુરસ્કાર મૂળરૂપે અંગ્રેજીમાં લખાયેલ હોય અથવા ભારતની અન્ય કોઈપણ સત્તાવાર ભાષામાં અનુવાદિત હોય તેવી વાર્ષિક ધોરણે સાહિત્ય, કવિતા અથવા નાટકની પ્રકાશિત કૃતિને આપવામાં આવે છે. યુએસ સ્થિત પ્રકાશન ગૃહ મૈત્રેય પબ્લિશિંગ ફાઉન્ડેશન (MPF) દ્વારા વિશ્વ શાંતિ, સાહિત્ય, કલા, શિક્ષણ અને માનવ અધિકારોને પ્રોત્સાહન આપવા આ પુરસ્કાર ભારતીય લેખકો માટે ખુલ્લો રખાયો છે. જેમાં વિજેતા લેખકને રવીન્દ્રનાથ ટાગોરની પ્રતિમા સાથે USD10,000નો પુરસ્કાર મળે છે અને શોર્ટલિસ્ટેડ લેખકોને USD 500 મળે છે.

સુદીપ સેનની અન્ય રચનાઓ 25 ભાષાઓમાં અનુવાદિત કરાઇ છે જેમાં પોસ્ટમાર્ક્ડ ઇન્ડિયા: ન્યુ એન્ડ સીલેક્ટેડ પોએમ; ફ્રેક્ટલ્સ- ન્યુ એન્ડ સીલેક્ટેડ પોએમ – અનુવાદો 1980-2015; EroText; એરિયા; કૈફી આઝમી: પોએમનો સમાવેશ થાય છે.

તેઓ AARK ARTS ના સંપાદકીય નિર્દેશક અને એટલાસના સંપાદક છે. ડેરેક વોલકોટ લેક્ચર આપવા અને નોબેલ લોરિએટ ફેસ્ટિવલ 2013માં રીડીંગ માટેના સન્માનિત સેન એકમાત્ર એશિયન છે. 2013 માં, ભારત સરકારે તેમને “સંસ્કૃતિ/સાહિત્યના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ વ્યક્તિઓ” માટે વરિષ્ઠ ફેલોશિપ એનાયત કરી હતી.

સુદીપ સેન દ્વારા પ્રભાવશાળી કાવ્યસંગ્રહો પણ સંપાદિત કરાયા છે. તેમનું કાર્ય ધ ટાઈમ્સ લિટરરી સપ્લિમેન્ટ, ન્યૂઝવીક, ગાર્ડિયન, ઓબ્ઝર્વર, ઈન્ડિપેન્ડન્ટ, ટેલિગ્રાફ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ, હેરાલ્ડ, પોએટ્રી રિવ્યુ, લિટરરી રિવ્યુ, હાર્વર્ડ રિવ્યુ, હિન્દુ, હિન્દુસ્તાન ટાઈમ્સ, ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન એક્સપ્રેસ, આઉટલુક, ઈન્ડિયામાં પણ પ્રકાશિત થયું છે. તો BBC, PBS, CNN IBN, NDTV, AIR અને દૂરદર્શન પર પણ તેમનું કામ પ્રસારિત થયું છે.

LEAVE A REPLY