ઈન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના મહત્વાકાંક્ષી માનવ મિશન ગગનયાનની પ્રથમ ટેસ્ટ ફ્લાઈટ શનિવારે સફળતાપૂર્વક લોન્ચ કરી હતી. અગાઉ આ ફ્લાઈટ 8 વાગ્યે પ્રસ્તાવિત હતી પરંતુ કેટલીક ટેકનિકલ ખામીઓને કારણે ઈસરોએ તેને અટકાવી હતી. બે કલાકમાં એ ખામીને સુધારી અને 10 કલાકે ગગનયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. પેલોડ સાથે ઉડાન ભરનાર ગગનયાન એ તેનો પ્રથમ માઈલસ્ટોન પાર કર્યો હતો.

ઈસરોના ચેરમેન એસ. સોમનાથે જણાવ્યું હતું કે વિસંગતતાને કારણે પ્રક્ષેપણ સમયપત્રક મુજબ થઈ શક્યું નથી. તેમણે કહ્યું કે ટીવી-ડી1 રોકેટનું એન્જિન નિર્ધારિત પ્રક્રિયા મુજબ ચાલુ થઈ શક્યું નથી. ISROએ X (ટ્વિટર)પર પોસ્ટ કર્યું હતું કે, ‘પ્રક્ષેપણની ખામીને શોધીને તેને સુધારી લેવામાં આવી હતી. ટીવી-ડી1 એન્જીન શરૂઆતમાં નિર્ધારિત સમય પ્રમાણે ફાયર કરવામાં નિષ્ફળ જતાં બે કલાકના વિલંબ અને ગભરાટ વચ્ચે ઈસરોના વૈજ્ઞાનિકોએ સફળતાપૂર્વક રોકેટને લોન્ચ કર્યું હતું. ક્રૂ મોડ્યુલ અને ક્રૂ એસ્કેપ વ્હીકલ અલગ થતાની સાથે જ શ્રીહરિકોટાના મિશન કંટ્રોલ સેન્ટરમાં વૈજ્ઞાનિકોએ તાળીઓના ગડગડાટથી તેનું સ્વાગત કર્યું હતું.

LEAVE A REPLY