ન્યૂયોર્કમાં બ્રુકલિન સબવે ટ્રેન પર અંધાધુંધ ફાયરિંગના એક શંકમંદની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે ત્રાસવાદના આરોપ મૂકવામાં આવ્યા છે. સબવે ટ્રેન પરના હુમલાના આશરે 30 કલાક પછી બાતમીને આધારે મનહટ્ટન સ્ટ્રીટમાંથી ફ્રેન્ક આર જેમ્સ નામના 62 વર્ષના અશ્વેત વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. આ હુમલામાં 10 લોકો પર ગોળીબાર થયો હતો, જેમાંથી પાંચની હાલત ગંભીર છે.
ન્યૂયોર્કના મેયર એરિક એડેમ્સે જણાવ્યું હતું કે અમે તેને ઝડપી લીધો છે. બ્રુકલિનના યુએસ એટર્ની બ્રેઓન પીસે જણાવ્યું હતું કે જેમ્સ સામે ત્રાસવાદ અથવા માસ ટ્રાન્ઝિટ સિસ્ટમ સામે હિંસક હુમલાના આરોપ મૂકવામાં આવ્યા છે. તેને આજીવન કેદ સુધીની સજા થઈ છે.
તાજેતરના મહિનામાં જેમ્સે અમેરિકામાં વંશવાદ અને અને હિંસા અંગેના ઓનલાઇન વીડિયો મારફત પોતાના રોષ ઠાલવ્યો હતો. તેને ન્યૂયોર્ક સિટીમાં માનસિક આરોગ્યની સંભાળ અંગેના પોતાનો અનુભવ પણ જાહેર કર્યો હતો. તેને મેન્ટલ હેલ્થ અંગે અને સબવેની સુરક્ષા અંગે મેયરની નીતિની ટીકા પણ કરી હતી. જોકે હુમલોનો મૂળ ઇરાદો શું હતો તેની જાણકારી મળી નથી. જેમ્સ ત્રાસવાદી સંગઠન સાથે જોડાયેલો હોય તેવા પણ કોઇ સંકેત નથી.
સબવે હુમલાના એક દિવસ મૂકેલા એક વીડિયોમાં જેમ્સે અશ્વેત લોકો સામેના ગુનાની ટીકા કરીને આકરા પગલાં લેવાની જરૂરિયાત દર્શાવી હતી. બીજા એક વીડિયોમાં તેને જણાવ્યું છે કે આ રાષ્ટ્રનો જન્મ હિંસામાં થયો છે અને હિંસાને કારણે અથવા ધમકીને કારણે જીવતો છે તથા તેનું મોત પણ હિંસક હશે. આને કોઇ રોકી શકશે નહીં.
જેમ્સ ન્યૂયોર્કનો રહેવાસી હોવાનું માનવામાં આવે છે. પોલીસને બુધવારે બાતમી મળી હતી કે જેમ્સ મેનહટ્ટનના ઇસ્ટ વિલેજના મેકડોનાલ્ડના સ્ટોરમાં છે. પોલીસ અહીં પહોંચી ત્યારે તે ત્યાંથી નીકળી ગયો હતો, પરંતુ પોલીસે તેને નજીકના કોર્નર દેખાયો હતો, તેથી પોલીસે ચારેતરફી પોતાની વાન ગોઠવી દીધી હતી અને તેને ઝડપથીને હાથકડી પહેરાવી દીધી હતી.