દેશમાં કોરોના મહામારીને લઇને કરવામાં આવેલા એક અભ્યાસના ગંભીર અને ડરામણા પરિણામ આવ્યા છે. અભ્યાસ મુજબ કોરોના સંક્રમણ જૂન મહિનામાં એની ચરમ સીમા પર હશે. આ અભ્યાસમાં સ્પષ્ટ રીતે ખુલાસો કરવામાં આવ્યો છે કે, દેશમાં કોવિડ-19 મહામારી તેના વ્યાપક સ્વરુપમાં નથી, આ મહિને પણ આ ઘાતક બીમારી એની ચરમ સીમા પર પહોંચી શકે એવી સંભાવનાઓ છે અને લોકડાઉનને લીધે આ સ્થિતિ એક મહિના જેટલી પાછળ ઠેલાઇ હતી.
કોલકાતા બેસ્ટ ઇન્ડિયન એસોસિએશન ફોર કલ્ટિવેશન ઓફ સાયન્સએ કોરોના વાયરસની ફેલાવાની ઝડપ અને લોકડાઉનની અસરને સમજવા માટે અભ્યાસ કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યુ હતું કે લોકડાઉનને લીધે દેશમાં ઘાતક મહામારી તેની ચરમ સીમાએ પહોંચવાનો સમય એક મહિના સુધી ટાળવામાં મદદ મળી જેથી વધારે તૈયારી કરવાનો સમય મળ્યો છે.
આ અભ્યાસ બાયો કોમ્યૂટેશનલ મોડલિંગ આધારે કરાયો છે, જેમા સંક્રમણના પ્રમાણમાં આવેલા ફેરફારોના આધારે સારા ખરાબ સમયનું મૂલ્યાંકન કરવામાં આવ્યુ. અભ્યાસમાં મોડલના કર્વ અને રિપ્રોડક્શન નંબરના ટ્રેન્ડના આધારે કહેવામાં આવ્યુ છે કે જૂનના અંત સુધી સંક્રમણ તેની ચરમ સીમાએ પહોંચશે અને અત્યાર સુધી દેશભરમાં દોઢ લાખ લોકો કોરોનાગ્રસ્ત થઇ શકે છે.
આ અભ્યાસમાં રિપ્રોડક્શન નંબર 2.2 જોવા મળ્યો એટલે કે 10 લોકો સરેરાંશ અન્ય 22 લોકોને ચેપ લગાવી રહ્યા છે. અભ્યાસ મુજબ લોકડાઉન ન કરાયુ હોત તો મે મહિનામાં જ કોરોના વાયરસ તેની ચરમસીમાએ પહોંચી ચૂક્યો હોત અને દેશમાં અતિ ગંભીર સ્થિતિ પેદા કરી હોત.
અભ્યાસ મુજબ 3મેના રોજ લોકડાઉન હટાવી લીધુ હોત તો પણ કોરોના સંક્રમણ ફેલાવાની ઝડપ પર અનેકગણી વધી ગઇ હોત. વેલ્લૂરમાં ક્લિનીકલ વાયરોલોજીના નિવૃત્ત પ્રોફેસર ડો. જૈકબ જોન પણ બે અઠવાડિયા પહેલા અનુમાન વ્યક્ત કર્યુ હતુ કે જૂન અને જૂલાઇ દરમિયાન ભારતમાં કોરોના સંક્રમણ ચરમ સીમાએ હશે.
