અમદાવાદની સાત સ્કૂલોના 12 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતાં વાલીઓમાં ફફડાટ ફેલાયો હતો. મહારાજા અગ્રસેનમાં એકસાથે ત્રણ બાળકો, જ્યારે ઉદગમ સ્કૂલમાં પણ 3 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. સ્કૂલોમાં કોરોનાના કેસો વધતાં જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ગો બંધ કરાવાનો આદેશ આપ્યા હતા.અમદાવાદમાં સૌપ્રથમ છારોડીની નિરમા સ્કૂલમાં એકસાથે ત્રણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા હતા, ગુરુવારે એકસાથે 9 જેટલા વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા.
વેજલપુરમાં આવેલી લોટસ સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો હતો, જ્યારે બોપલ સ્થિત ડીપીએસમાં પણ નવમા ધોરણનો એક વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો હતો.મેમનગરમાં આવેલી મહારાજા અગ્રસેનમાં પણ એકસાથે ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને ધોરણ 2ના એક વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. સંત કબીર સ્કૂલમાં ઝોરણ 11માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને પ્રાથમિક વિભાગનો એક વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હતો.