યુ.એસ. ટ્રાવેલ એસોસિએશનના જણાવ્યા અનુસાર આ ઉનાળામાં એર ટ્રાવેલ ડિમાન્ડ રોગચાળા પૂર્વેના સ્તરને વટાવી જવાનો અંદાજ છે. આમ એર ટ્રાવેલ કોરોના પછી આ ઉનાળામાં અભૂતપૂર્વ ઊંચાઈએ પહોંચશે. ફુગાવો, ઊંચા વ્યાજ દરો અને હવાઈ મુસાફરીના નિરાશાજનક અનુભવો પહેલાથી જ પ્રવાસીઓ પર નકારાત્મક અસર કરી રહ્યા હોવા છતાં પણ આ ઉછાળો જોવા મળવાનો છે, એમ એસોસિએશને જણાવ્યું હતું.

યુએસટીએ જણાવ્યું હતું કે એક ક્વાર્ટર કરતાં વધુ અમેરિકનો એટલે કે લગભગ26 ટકા આગામી ત્રણ મહિનામાં લેઝર ટ્રાવેલ પર તેમના ખર્ચમાં વધારો કરવા માગે છે, જે પ્રથમ ક્વાર્ટરમાં 19 ટકાની તુલનાએ નોંધપાત્ર વધારો છે.
“બૅન્કિંગ કટોકટી, વધતા વ્યાજ દરો અને મુસાફરીના ઊંચા ભાવો જેવા પડકારો હોવા છતાં, અમેરિકનો ઓછામાં ઓછા તે સમય માટે મુસાફરી અને ટ્રિપ રિઝર્વેશન પરનો તેમનો ખર્ચ ચાલુ રાખવાના છે,” એમ યુએસટીએએ જણાવ્યું હતું.

તાજેતરના મેમોરિયલ ડેની રજા દરમિયાન USTA એ ટ્રાવેલ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે લગભગ 10 મિલિયન અમેરિકનો એરપોર્ટ સિક્યોરિટીમાંથી પસાર થયા હતા. આ આંકડો 2022ની સરખામણીમાં 11 ટકાનો વધારો દર્શાવે છે અને અમેરિકન ઓટોમોબાઈલ એસોસિએશનની આગાહીઓ સાથે તુલના કરીએ તો 2019માં અનુરૂપ રજાના સપ્તાહાંત કરતાં આશરે ત્રણ લાખ વધુ છે.

એપ્રિલની શરૂઆતમાં 53 ટકાથી વધુ અમેરિકનો અને 81 ટકા લેઝર પ્રવાસીઓ આગામી છ મહિનામાં પ્રવાસની યોજના ધરાવે છે, એમ યુએસટીએના અહેવાલમાં જણાવાયું છે. એક્સપીડિયાએ ગયા વર્ષની સરખામણીમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન ફ્લાઇટ સર્ચમાં 25 ટકાનો વધારો નોંધાવ્યો છે, જેમાં ન્યૂયોર્ક સિટી, લોસ એન્જલસ, સિએટલ, ઓર્લાન્ડો અને લાસ વેગાસ સહિતના ટોચના સ્થાનિક સ્થળો છે.

ફુગાવાની અસર યુએસટીએએ જણાવ્યું હતું કે ઉનાળાની રજાઓ અને આગામી છ મહિનાની મજબૂત માંગ હોવા છતાં, ફુગાવો અને ઊંચા વ્યાજ દરો ખર્ચ પેટર્નને અસર કરવા લાગ્યા છે. “એપ્રિલનો ડેટા વિવિધ મુસાફરી સૂચકાંકોમાં ઘટાડો સૂચવે છે, જેમ કે હોટેલની માંગ, એર પેસેન્જર ટ્રાફિક અને મુસાફરી ખર્ચ વગેરે તેનો પુરાવો છે.”

PwCનું તાજેતરનું વિશ્લેષણ એ પણ સૂચવે છે કે 2023ના ઉત્તરાર્ધમાં અને સમગ્ર 2024 દરમિયાન લેઝર હોટલની માંગમાં મુખ્યત્વે સુસ્ત અર્થતંત્રને કારણે ઘટાડો થશે. “જો કે તેઓ અપેક્ષા રાખે છે કે વ્યવસાયની માંગમાં ચાલુ રિકવરી આ ઘટાડાનો નોંધપાત્ર ભાગ સરભર કરવામાં મદદ કરશે,” અહેવાલમાં ઉમેર્યું.

સતત ઊંચા વ્યાજ દરો સાથે ખાસ કરીને અર્થતંત્ર નબળું પડતું હોવાથી ગ્રાહકોને નોંધપાત્ર ખરીદી કરવી અને ક્રેડિટ કાર્ડ પર આધાર રાખવો વધુને વધુ પડકારજનક લાગી શકે છે, એમ યુએસટીએ ઉમેર્યું હતું.”વધુમાં, લગભગ 29 ટકા પ્રવાસીઓ વધુ સસ્તું રહેઠાણ અથવા ગંતવ્યોને પસંદ કરીને ખર્ચ ઘટાડવાનો ઇરાદો ધરાવે છે અને 28 ટકા ઓછી ખર્ચાળ પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની યોજના ધરાવે છે, ” એમ અહેવાલમાં જણાવાયું છે.

LEAVE A REPLY