(ANI Photo)

જમ્મુ અને કાશ્મીરના કઠુઆ ખાતે  સંઘના કાર્યકરોને સંબોધન કરતાં આરએસએસના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે સમાજ અને દેશને નુકસાન પહોંચાડવા માગતા લોકો સામે કડક કાર્યવાહી થવી જ જોઇએ. તેમણે અહિંસા, દયાભાવ અને મજબૂતાઇના મહત્ત્વ પર પણ ભાર મૂક્યો હતો.

અહિંસા પર ભાર મૂકીને તેમણે જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રને નુકસાન પહોંચાડવા અથવા તોડવા માટે નીકળ્યા છે, તેવા લોકો સામે કાર્યવાહી કરવા માટે જે પદ્ધતિની જરૂર પડે તેનો ઉપયોગ કરવો જોઇએ. જેમ નબળા લોકોને મદદ કરવા માટે પૈસાનું દાન આપવામાં આવે છે તેમ નબળા લોકોનું રક્ષણ કરવા માટે તાકાતનો ઉપયોગ કરવો જોઇએ. આ ખ્યાલ સામાજિક અને રાષ્ટ્રીય બંને પરિપ્રેક્ષ્યમાં દરેક વ્યક્તિના મનમાં સ્થાપિત કરવો જોઇએ. આ આપણા ધર્મમાં સમાવિષ્ટ મૂલ્યો છે. તેમાં કોઈ અસમાનતા નથી.

ભાગવતે જણાવ્યું હતું કે દુનિયામાં ક્રૂર લોકોને નબળું રક્ષણ કરવા માટે જરૂર પડે તો હાથમાં હથિયાર લેવા પડે છે. આ સંદર્ભમાં, દેશની અંદર તમામની સુરક્ષા અને સલામતીનો વિચાર કરવો જરૂરી છે

 

LEAVE A REPLY