લોકપ્રિય બીબીસી શો, સ્ટ્રિક્લી કમ ડાન્સિંગમાં ભાગ લેનાર રેસીયલ માઇનોરીટી સેલીબ્રીટીઝને તેમના જેવા જ અને જજીસ તરફથી ઉચ્ચ સ્કોર મેળવ્યો હોય તેવા વંશીય લઘુમતીના કલાકારો સાથે વારંવાર ડાન્સ-ઓફ માટે કહેવામાં આવે તેવી સંભાવનાઓ વધારે હોય છે એમ એક એકેડેમિકે જણાવ્યું છે.
ગોલ્ડસ્મિથ્સ, યુનિવર્સિટી ઓફ લંડનના પ્રોફેસર કેઓન વેસ્ટે તેમના પેપર ‘બીઇંગ આસ્ક્ડ ટૂ ડાન્સ: એવીડન્સ ઓફ રેસીયલ બાયસ ઇન ઓડિયન્સ વોટીંગ બીહેવીયર ઓન ધ ટેલિવિઝન શો સ્ટ્રીકલી કમ ડાન્સીંગ’ માટે 2012 થી 2021 સુધીની શ્રેણીના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ‘’પ્રફેશનલ ડાન્સર્સ અને સેલિબ્રિટી સ્પર્ધકોને તેમના વંશીય લઘુમતી દરજ્જાને કારણે દંડ કરવામાં આવ્યો હતો અને જો તેઓ સારૂ નૃત્ય કરે તો તેમનો દંડ વધુ ખરાબ હતો. દર્શકો પણ એથિનક લઘુમતી સ્પર્ધકોને મત આપવા માટે ઓછા તૈયાર હોવાનું જણાયું હતું. સ્ટ્રિક્લી કમ ડાન્સીંગમાં વિવિધતા સારી બાબત છે પણ માત્ર વિવિધતા પૂરતી નથી.’’
ઈસ્ટર્ન આઈ દ્વારા સંપર્ક કરાતા બીબીસીએ વેસ્ટના પેપર પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. અભિનેત્રી એલી લીચને તાજેતરમાં જ સ્ટ્રિક્લીની 21મી શ્રેણીના વિજેતા તરીકે જાહેર કરાઇ હતી.