Strep A Symptoms, Information and Precautions
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આ રોગના લક્ષણોમાં શરીર પર ખંજવાળ આવવી, સુકી ખાંસી, ગળામાં અને સ્નાયુમાં દુખાવો, તાવ અને માથાનો દુખાવો, સ્કારલેટ ફિવર થાય છે તેમજ ચામડી સુકી થઇ જાય છે.

આરોગ્ય અધિકારીઓ જો બાળકની હાલત વધુ ખરાબ થઈ રહી હોય, ઓછુ કે સામાન્ય કરતાં ઘણું ઓછું ખાતું હોય, 12 કલાક કે તેથી વધુ સમય સુધી તેમની નેપી સુકી રહેતી હોય અથવા ડિહાઈડ્રેશનના અન્ય ચિહ્નો દેખાય તો માતા-પિતાને NHS 111 અથવા તેમના GPનો સંપર્ક કરવા જણાવાયું છે. જો બાળક ત્રણ મહિનાથી નાનુ હોય અને તાવનું તાપમાન 38C હોય, અથવા બાળક મોટુ હોય અને તાવનું તાપમાન 39C થી વધુ હોય તો જીપીની મદદ લેવી જોઈએ. બાળક ખૂબ થાકેલું કે ચીડિયાપણું (ઇરીટેબલ) બતાવે તો પણ તેને ચેતવણી સમજવી.

જો બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય (કડકડાટ અવાજ કરીને શ્વાસ લેતુ હોય) અથવા તેનું પેટ પાંસળીની નીચે અંદર જતુ રહેતું હોય અથવા શ્વાસ થોભીને લેતુ હોય, તેની ચામડી, જીભ અથવા હોઠ વાદળી કલરના થાય અથવા ફ્લોપી હોય અને પ્રતિભાવ આપતા ન હોય, તો માતાપિતાએ તાત્કાલિક 999 પર કૉલ કરવો જોઈએ અથવા A&E પર જવું જોઈએ.

સામાન્ય રીતે ગળામાં અને ત્વચા પર જોવા મળતા સ્ટ્રેપ એ બેક્ટેરિયા ઘણા વિવિધ ચેપનું કારણ બની શકે છે. તો કેટલાક લોકોમાં કોઈ લક્ષણો જોવા મળતા નથી. ‘સ્ટ્રેપ એ’નો ચેપ લાગવાના કારણે નાની બીમારીઓથી લઈને ગંભીર અને જીવલેણ રોગો સુધી થાય છે. તેમાં ત્વચાનો ચેપ ઇમ્પેટીગો, સ્કેરલેટ ફીવર અને સ્ટ્રેપ થ્રોટનો સમાવેશ થાય છે.

મોટાભાગના ચેપનું પ્રમાણ હળવુ હોય છે પણ કેટલીકવાર બેક્ટેરિયા જીવલેણ બીમારીનું કારણ બને છે જેને ‘સ્ટ્રેપ એ’ રોગ કહેવાય છે. આ સ્ટ્રેપ એ રોગમાં બેક્ટેરિયા શરીરના લોહી, ઊંડા સ્નાયુ અથવા ફેફસાં પર આક્રમણ કરે છે. આ રોગના બે સૌથી ગંભીર અને દુર્લભ સ્વરૂપો નેક્રોટાઇઝિંગ ફાસીટીસ અને સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ સૌથી જોખમી છે. નેક્રોટાઇઝિંગ ફેસીટીસને ‘ફ્લેશ ઇટીંગ ડીસીઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જો કોઇ ઘામાં ચેપ લાગે તો તે થઈ શકે છે. જ્યારે સ્ટ્રેપ્ટોકોકલ ટોક્સિક શોક સિન્ડ્રોમ ઝડપથી આગળ વધતો ચેપ છે જે લો બ્લડ પ્રેશર કરે છે અને કિડની, લીવર અને ફેફસાં જેવા અંગોને નુકસાન પહોંચાડે છે. આ પ્રકારના ટોક્સિક શોકમાં મૃત્યુ દર વધુ હોય છે.

LEAVE A REPLY