ગુરુવારે 7મી ડિસેમ્બરે સ્ટોક પાર્ક દ્વારા બકિંગહામશાયર આધારિત ચેરિટી ધ ઓપ્પો ફાઉન્ડેશનના માટે મહત્વપૂર્ણ ભંડોળ એકત્ર કરવા ખૂબ જ વિશિષ્ટ વિન્ટર સોલ્સ્ટિસ ફંડ રેઈઝિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રકમ વિકલાંગતા, માનસિક સ્વાસ્થ્ય અથવા નાણાકીય સાથે સંઘર્ષ કરી રહેલા નિવૃત્ત સૈનિકો, તેમના પરિવારો અને આશ્રિતોને લક્ષિત સહાય આપવા માટે વાપરવામાં આવશે.
સ્ટોક પાર્કના ડાયરેક્ટર પીજે સિંઘ અને ધ ઓપ્પો ફાઉન્ડેશનના સ્થાપક કયામ ઈકબાલે પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા અને તેમની સાથે જોડાનારા દરેક મહેમાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
મહેમાનોએ ધ આરએલસી કોર્પ્સ ઓફ ડ્રમ્સ અને ધ એન્સેમ્બલ ઓફ ધ આરએએફ રેજિમેન્ટ બેન્ડના પરફોર્મન્સનો આનંદ માણ્યો હતો. માસ્ટર ઓફ સેરેમનીઝ, માર્ક હેડ દ્વારા ચેરીટી ઓક્શન કરાયું હતું. પેરાશૂટ અકસ્માતને પગલે, ક્વાડ્રિપ્લેજિક થઈ ગયેલા RAFના રોબ બગડેને પોતાની વાતો રજૂ કરી હતી. ઓપ્પો ફાઉન્ડેશને રોબ માટે કસ્ટમ બિલ્ટ સ્પોર્ટ્સ વ્હીલચેર પ્રદાન કરી હતી. જેણે રોબની રીકવરીમાં ભારે મદદ કરી હતી અને અન્ય નિવૃત્ત સૈનિકોને ટેકો આપવા માટે તે ઓપ્પો માટે ભંડોળ એકત્ર કરવા 5 હાફ મેરેથોન પૂર્ણ કરી ચૂક્યા છે.
આ પ્રસંગે ગેસ્ટ સ્પીકર તરીકે નોર્ધર્ન આયર્લેન્ડ મિનિસ્ટર સ્ટીવ બેકર MP અને એર વાઇસ માર્શલ તમરા જેનિંગ્સે પ્રેરણાદાયી પ્રવચન કર્યાં હતા.