છેલ્લા કેટલાક દિવસોમાં શેર બજારમાં મોટા ઘટાડાને કારણે આ અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો થયો છે. બેઝોસ અને ગેટ્સની સંપત્તિમાં 2.55 બિલિયન ડોલરનો ઘટાડો
આ સૂચિમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસથી માંડીને બિલ ગેટ્સ જેવા દિગ્ગજ નામો સામેલ છે. ગત દિવસના કારોબારથી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 1.34 બિલિયન ડોલર (લગભગ 9,928.06 કરોડ)નો ઘટાડો થયો છે. માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 1.21 બિલિયન ડોલર (લગભગ 8964.89 કરોડ રૂપિયા)નો ઘટાડો થયો છે.
જેક માના પણ ડૂબ્યા એક બિલિયન ડોલર
જેફ બેઝોસની કુલ સંપત્તિ ઘટીને હવે 117 બિલિયન ડોલર (લગભગ 8 લાખ 66 હજાર કરોડ) થઈ ગઈ છે. બિલ ગેટ્સની કુલ સંપત્તિ 111 બિલિયન ડોલર (લગભગ 8 લાખ 22 હજાર કરોડ રૂપિયા) પર આવી છે. અલીબાબાના સ્થાપક જેક માની સંપત્તિમાં 1 બિલિયન ડોલર (લગભગ 7,409 કરોડ)નો ઘટાડો થયો છે.