કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયતરફથી જાહેર કરાયેલા આંકડા પ્રમાણે સોમવારે સવાર સુધીમાં દેશભરમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 9152 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 308 લોકોએ કોરોના વાયરસથી અ મોત નિપજી ચૂક્યા છે.
જોકે, આમાંથી 857 લોકો એવા પણ છે કે જેઓ કોરોનાની જીવલેણ બીમારી સામેની જંગ જીતીને એકદમ સ્વસ્થ્ય થઈને પોતાના ઘરે પરત ફરી ચૂક્યા છે. છેલ્લા 12 કલાકમાં દેશભરમાં કોરોનાના 700થી વધારે કેસ નોંધાયા છે. રવિવારે સાંજ સુધીમાં દેશમાં કુલ 8447 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા.
એશિયાના સૌથી ગીચ અને સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધરાવતા મુંબઈના ધારાવી વિસ્તારમાં કોરોનાનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસના કારણે પહેલેથી જ તે વિસ્તારમાંછી પાંચ લોકોના મોત નિપજ્યા છે. સોમવારે નેહરૂ ચારમાં એક 60 વર્ષીય વૃદ્ધનું મોત નિપજ્યું છે. ધારાવીમાં કોરોના વાયરસના નવા ચાર કેસ નોંધાયા બાદ આ વિસ્તારના કુલ સંક્રમીતોની સંખ્યા વધીને 47 થઈ ગઈ છે. ધારાવીમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણના કેસના કારણે બીએમસી પ્રશાસન દોડતું થઈ ગયું છે.
દિલ્હીમાં કોરોના વાયરસના હોટ સ્પોટ ચાંદની મહેલ વિસ્તારમાં વધુ બે કોરોનાગ્રસ્ત દર્દીના મોત નિપજતા હાહાકાર મચી ગયો છે. આ સાથે જ વિસ્તારમાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. નોંધનીય છે કે વિસ્તારમાં બે દિવસ અગાઉ જ ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારબાદ સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે.
રવિવારના રોજ કોરોનાની માહિતી આપતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે જો કોરોગ્રસ્તોની સંખ્યામાં અસાધારણ ઉછાળો આવશે તો તે માટે સરકાર વધુ તૈયાર છે. આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું હતું કે સરકાર સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં કોરોનાની ટેસ્ટિંગ ક્ષમતા વધારી રહી છે. અમે એઇમ્સ અને એનઆઇએમએચએએનએસ સહિત ૧૪ જેટલા મેન્ટર સંસ્થાઓને મેડિકલ કોલેજોના મેન્ટર તરીકે નક્કી કર્યા છે. તેમને કોરોના વાયરસની ટેસ્ટિંગ કેપેસિટી વધારવા પણ મદદરૂપ થશે.