State Government's 10th Chintan Shibir will be held at Statue of Unity Kevadia

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ખાતે રાજ્ય સરકાર દ્વારા દસમી ચિંતન શિબિર યોજાશે. આ ત્રિદિવસીય ચિંતન શિબિર ૧૯થી ર૧ મે દરમિયાન યોજાશે. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત પ્રધાનો, મુખ્ય સચિવ, તેમ જ મુખ્ય પ્રધાનના મુખ્ય અગ્ર સચિવ, મુખ્ય સલાહકાર સહિત વરિષ્ઠ અધિક મુખ્ય સચિવઓ, સચિવો, અગ્ર સચિવો તથા જિલ્લાના કલેક્ટર-ડી.ડી.ઓ., મહાનગરોના કમિશ્નરો, ખાતાના વડાઓ એમ કુલ મળીને ર૩૦ જેટલા લોકો ચિંતન શિબિરમાં જોડાશે.

શુક્રવારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આગામી ચિંતન શિબિરના આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તેમના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમ્યાન ર૦૦૩થી આ ચિંતન શિબિરની પરંપરા શરૂ કરાવેલી છે.

આ ચિંતન શિબિરની શૃંખલા ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેક છેવાડાના માનવીને થાય તેવી સુચારૂ વહીવટી પ્રક્રિયાઓ, નવા વિચારો અને સામુહિક ચિંતન અભિવ્યક્તિના આશયથી શરૂ થઈ છે. ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો દરરોજ સવારે યોગ અભ્યાસ સત્રથી પ્રારંભ થશે. આ 10મી ચિંતન શિબિરમાં પાંચ મુખ્ય વિષયવસ્તુ સાથેના ચર્ચાસત્રો-ગ્રુપ ડિસ્કશન્સ યોજાશે. તેમાં આરોગ્ય અને પોષણ, શહેરીકરણ અને માળખાકીય વિકાસ, સરકારી અને તમામ સ્વાયત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતાનિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો તેમ જ ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતાનિર્માણને આવરી લેવાશે.

LEAVE A REPLY