- બાર્ની ચૌધરી
યુકેના પ્રથમ બિન-શ્વેત વડા પ્રધાન તરીકે ઋષિ સુનકની નિમણૂકએ રાજકીય વિવેચકોને વિભાજિત કર્યા છે. કેટલાકે તેને ઉન્નતિની નિશાની તરીકે વખાણી કહ્યું હતું કે જાતિ એક પરિબળ નથી. પરંતુ અન્ય લોકો કન્ઝર્વેટિવ સરકારો હેઠળ વંશીય લઘુમતી સમુદાયોમાં કેવી રીતે અસમાનતા વધી તે અંગે ટીકા કરી રહ્યા છે.
કન્ઝર્વેટિવ શાસનમાં દક્ષિણ એશિયાના લોકોને પ્રોત્સાહન આપવા માટે દેશના ટોચના ચાર પદો વડા પ્રધાન, ચાન્સેલર, હોમ સેક્રેટરી અને ફોરેન સેક્રેટરીના પદ પર એશિયન્સની વરણી અંગે લેબર નેતા સર કેર સ્ટાર્મરે આશ્ચર્યજનક પ્રતિસાદ આપ્યો હતો.
સર કેરે કહ્યું હતું કે “મને લાગે છે કે દેશના ચાર મહાન પદની વાત ગઈકાલની છે. લેબર પાર્ટીએ કન્ઝર્વેટિવ્સ કરતાં સમાનતા પર વધુ કામ કર્યું છે. ઇમિગ્રેશન વિશે નવી ચર્ચા કરવાની બાકી છે, હવે આપણે EU છોડી દીધું છે, પરંતુ, હંમેશા વધુ કરવાનું બાકી છે. મને અમારા પક્ષના રેકોર્ડ પર ગર્વ છે, અને જો તમે સમગ્ર રીતે રાજકીય પ્રતિનિધિત્વને જોશો, તો તમને લેબર પાર્ટીની વધુ વૈવિધ્યસભર ટીમ દેખાશે. અમારે વધુ કરવાનું છે, અને હું તે કરવા માટે સંકલ્પબદ્ધ છું. તે એક પડકાર છે અને હું તેનો સામનો કરીશ. હું બતાવવા માંગુ છે કે લેબર પાર્ટી બદલાઈ ગઈ છે. અમે એ જ પક્ષ નથી જે 2019 માં તે ચૂંટણી હારી ગયો હતો. મેં દિવાળીના કાર્યક્રમોમાં હાજરી આપી છે, હું ભક્તિવેદાંત મેનોર (વોટફોર્ડ) અને અન્ય વિવિધ ઉજવણીઓમાં ગયો છું અને ખરેખર વધુ અર્થપૂર્ણ રીતે જોડાયો છું. તે મારા માટે ખરેખર મહત્વપૂર્ણ છે, અને એશિયન સમુદાયો માટેનો મારો એક સંદેશ પુનઃ સંલગ્નતાના પુનઃનિર્માણ વિશે છે અને તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે કે દરેક એક મત અમારા માટે મહત્વપૂર્ણ છે.’’
બ્રિટિશ ભારતીયો એક સમયે પરંપરાગત લેબર સમર્થક ગણાતા હતા, પરંતુ જેરેમી કોર્બીનના નેતૃત્વ હેઠળ, 2019માં તેમણે વફાદારી બદલી હતી. લેબરની વાર્ષિક કોન્ફરન્સમાં તેના પ્રતિનિધિઓએ જમ્મુ અને કાશ્મીરની સ્વાયત્ત સ્થિતિ બદલવાના ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયની ટીકા કરતો ઠરાવ પસાર કરતા બ્રિટનમાં વિરોધ પ્રદર્શનો થયા હતા અને ભારતીય અને પાકિસ્તાની સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે સર કેરે તે કોન્ફરન્સ મોશન માટે માફી માંગવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે “ભારત અને યુકે વચ્ચેનો સંબંધ એક ઐતિહાસિક સંબંધ છે, જેની અમે કાળજી રાખીએ છીએ, અમે ઉછેર કરીએ છીએ અને હું નિર્માણ અને મજબૂત કરવા માંગુ છું. ભારત એક લોકશાહી દેશ છે જેની સાથે અમે કામ કરવા માંગીએ છીએ અને તે સંબંધોને વધુ ગાઢ બનાવવા અને મુક્ત વેપાર કરાર સાથે આગળ વધવા માંગીએ છીએ. મુખ્યત્વે ભારત અથવા પાકિસ્તાન અને કાશ્મીરને તેનો ઉકેલ લાવવાનો છે, અને અમે તેને વધુ સારી રીતે મદદ કરવા માટે જે કંઈ પણ કરી શકીએ છીએ. જ્યારે હું નેતા બન્યો ત્યારે મને સમજાયું હતું કે મારે એક પક્ષ પસંદ કરવો પડશે અને સરકાર માટે યોગ્ય બનાવવો પડશે. લોકો લેબર પાર્ટીમાં ફેરફાર જોઈ રહ્યા છે.”
ભારતીય વડાપ્રધાન વિષે સર કેરે કહ્યું હતું કે “મોદી ભારતના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા છે, અને અમારે ભારતના લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા નેતા સાથે વેપાર કરાર પર અને અન્ય મુદ્દાઓને ઉકેલવા પર કામ કરવાની જરૂર છે. મને ખૂબ જ સ્પષ્ટપણે કહેવા દો કે ભારતના લોકો તેમના નેતા, તેમના વડા પ્રધાનને પસંદ કરે છે અને અમે તેનું સન્માન કરીએ છીએ.”