ઓગસ્ટમાં પ્રીમિયર લીગ સીઝનની શરૂઆતથી સ્ટેડીયમોમાં કોવિડ રોગચાળા પહેલા જોવા મળતી હતી તેવી ભીડ ફરીથી જોઈ શકાશે. વેક્સિન પાસપોર્ટની કાનૂની આવશ્યકતા વિના 19 જુલાઇથી કેપેસેટી ક્રાઉડ ટોળા ઇંગ્લેન્ડમાં રમતગમતના કાર્યક્રમમાં પાછા ફરશે.
આ પ્રતિબંધોને સમાપ્ત કરવાની યોજના માટે 12 જુલાઈના રોજ નિર્ણય લેવાશે. વડા પ્રધાને કહ્યું હતું કે સ્થળો એનએચએસ વેક્સીન પાસપોર્ટ સેવાનો ઉપયોગ કરી શકે છે.
વિમ્બલ્ડનમાં આ અઠવાડિયે ભીડમાં વધારો જોવા મળ્યો હતો. સેન્ટર કોર્ટની ક્ષમતાના 75 ટકા લોકો અને ક્વાર્ટર-ફાઇનલ, સેમિ અને ફાઈનલમાં તે દર 100 ટકા કરાશે. ઓગસ્ટથી ભારત સામેની ઇંગ્લેન્ડની ટેસ્ટ સિરીઝ તેમજ જુલાઈના અંતમાં ગ્લોરીઅસ ગુડવુડમાં સંપૂર્ણ સ્ટેડિયમ ભરવાની આશા રહેશે.
એપ્રિલ અને મે મહિનામાં યોજાયેલી ફૂટબૉલ પાઇલટ ઇવેન્ટ્સમાં ભાગ લેનારા 30,000 ચાહકોમાંથી ફક્ત 8 કોવિડ-19 કેસની ઓળખ કરવામાં આવી હતી.