શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર યુકે (SRMD UK) દ્વારા SRMD ના સ્થાપક પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના માર્ગદર્શન હેઠળ ગયા સપ્તાહે યોજાયેલા SRMD લંડન યુથ ફેસ્ટિવલ 2023માં, યુકેમાં તેના પ્રકારના પ્રથમ, એકતા, સકારાત્મક અસર અને સામૂહિક સામુદાયિક ઊર્જાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સમગ્ર યુકેમાંથી 350 યુવાનો જોડાયા હતા.
આ ફેસ્ટિવલમાં શાણપણ, સુખાકારી, સેવા, સંસ્કૃતિ અને રમતગમતને આવરી લેતી 25 ક્યુરેટેડ ઇવેન્ટ્સ દર્શાવવામાં આવી હતી, જે સર્જનાત્મકતા અને સહાનુભૂતિને પ્રજ્વલિત કરતા પરિવર્તનશીલ અનુભવને રજૂ કરે છે. કાર્યક્રમનો હેતુ યુવાનોને સકારાત્મક પરિવર્તન માટે ઉત્પ્રેરક તરીકે સશક્ત કરવાનો હતો.
આયોજકો દ્વારા તહેવારની પર્યાવરણીય અસરને ઘટાડવા માટે પગલાં લેવાયા હતા અને સ્થળને લાકડાના ક્રેટ્સ અને દૂધના ડબ્બાઓ જેવી સામગ્રીનો ઉપયોગ કરીને શણગારવામાં આવ્યું હતું.
‘મીટ ધ રિયલ યુ’ ટેગલાઈન હેઠળ વૈશ્વિક યુવા વક્તા અને SRMD યોગાના વડા આત્મારપિત શ્રદ્ધાજીની આગેવાની હેઠળના સત્ર સાથે ઉત્સવની શરૂઆત થઈ હતી. SRMD UKના ટ્રસ્ટી મંથન તસ્વાલાએ યુવાનોને જોડવા, સહયોગ કરવા અને એકબીજા પાસેથી પ્રેરણા મેળવવા માટે ગતિશીલ અને સલામત જગ્યા બનાવવાની તેમની દ્રષ્ટિ વ્યક્ત કરી.
ચેન્જમેકર્સ પેનલ દ્વારા પ્રભાવશાળી મહિલાઓએ સમાજમાં પરિવર્તન લાવવાની રીતો પર ચર્ચા કરી હતી. વધુમાં, રમતગમતની ટુર્નામેન્ટ, ટેકનો યોગા અને ગ્લોસ્ટિક મેડિટેશનના સેશન પણ યોજાયા હતા. આ ફેસ્ટિવલમાં વિવિધ સ્ટોલ, બ્લાઇન્ડ ડ્રોઇંગ, સમર્થન અને બ્રેઇન અનલોકિંગ એક્સરસાઇઝ જેવી વિવિધ પ્રવૃત્તિઓનો લાભ લીધો હતો. તો સોસ્યલ ઇમ્પેક્ટ હેકાથોને પડકારોને તકોમાં ફેરવી દીધી હતી. વિજેતા ટીમને વોટફોર્ડના સાંસદ અને માનસિક સ્વાસ્થ્ય માટે સર્વપક્ષીય સંસદીય જૂથના સહ-અધ્યક્ષ ડીન રસેલ સાથે તેમના માનસિક સ્વાસ્થ્ય ઉકેલ અંગે ચર્ચા કરવાની તક મળી હતી.
યુવાનો સાથે પ્રેરક સંદેશ શેર કરતા, ડીન રસેલે યુવાનોને એક સમુદાય તરીકે સાથે મળીને કામ કરવા અને હકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમના વિચારોને પોષવા પ્રોત્સાહિત કર્યા હતા.