ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ વેળાએ જ શ્રીલંકાના ખેલાડી દાનુષ્કા ગુણાતિલકાની રેપના આરોપસર સિડનીમાં ધરપકડ કરવામાં આવી છે. ત્યાં તેના ઉપર રેપનો કેસ કરાયાના પગલે શ્રીલંકાની ટીમ તેને ઓસ્ટ્રેલિયન પોલીસની કસ્ટડીમાં મુકી પરત ફરી હતી.
ગુણતિલાકા ત્રણ અઠવાડિયા પહેલા ઈજાગ્રસ્ત થયો હતો અને તેના સ્થાને આશીન બંદારાનો સમાવેશ કરાયો હતો. ટીમ મેનેજમેન્ટે તેને શ્રીલંકા મોકલી આપવાના બદલે ટીમ સાથે રાખ્યો હતો.
એ પછી, એક યુવતીની ફરિયાદના આધારે દાનુષ્કાની ધરપકડ શનિવારે (05 નવેમ્બર) ટીમની છેલ્લી મેચ પુરી થયા પછી કરાઈ હતી. 29 વર્ષની એક યુવતીએ અગાઉના અઠવાડિયે પોલીસમાં ફરિયાદ કરી હતી. તેની ઉપર સંમતિ વિના સેક્સ માણવાના ચાર આરોપ લગાવાયા છે. પોલીસે તેને જામીન આપવાનો ઇનકાર કર્યો ત્યારે તેને ભારે આંચકો લાગ્યો હતો.