શ્રીલંકા ક્રિકેટ બોર્ડે 2022માં કમાણીના તમામ રેકોર્ડ 2022માં કુલ 6.3 અબજ રૂપિયાની કમાણી કરી હતી. શ્રીલંકા ક્રિકેટની આ અત્યાર સુધીની સર્વાધિક વાર્ષિક કમાણી છે. બૉર્ડ તરફથી એક અખબારી યાદીમાં આ જાહેરાત કરવામાં આવી હતી. લેટેસ્ટ ઇન્કમ ગ્રૉથ મુખ્ય ચાર બાબતોના પગલે થયો હતો, તેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ, ડૉમેસ્ટિક ક્રિકેટ, સ્પૉન્સરશિપ કૉન્ટ્રાક્ટ અને આઇસીસીની વાર્ષિક મેમ્બરશિપનો સમાવેશ થાય છે.
ગયા ગુરુવારે રમત ગમત ખાતાના પ્રધાન રોશન રણસિંઘેએ શ્રીલંકા ક્રિકેટ (SLC) માટે એક નવુ બંધારણ તૈયાર કરવા 10 સભ્યોની સમિતિની વરણી કરી હતી. પેનલના અધ્યક્ષપદે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કે ટી ચિત્રાસિરી રહેશે. સમિતિમાં રચિથ સેનાનાયકે અને ફરવીઝ મહારુફ સહિત અન્ય કાનૂની દિગ્ગજો અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ક્રિકેટરોનો સમાવેશ થાય છે. રણસિંઘેએ કહ્યું હતું કે, તેમણે આ માટે આઇસીસી પાસે માર્ગદર્શન અને વિશેષણ સલાહ માંગી છે. નવુ બંધારણ આગામી થોડા દિવસોમાં તૈયાર થઇ જશે.