છેલ્લાં ત્રણ મહિનાથી ગંભીર આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા શ્રીલંકામાં શનિવાર, 9 જુલાઇએ પ્રચંડ જનાક્રોશ ભભૂકી ઉઠાવ્યો હતો અને લોકોએ પ્રેસિડન્ટ હાઉસ પર પર ચડાઈ કરીને કબજો કરી દીધો હતો. લોકોના રોષને પગલે પ્રેસિડન્ટ ગોટાબાયે રાજપક્ષ દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ મળ્યા હતા. દેખાવકારોએ વડાપ્રધાન રાનીલ વિક્રમસિંઘના કોલંબો ખાતેના નિવાસસ્થાને આંગ ચાંપી દીધી હતી. વડાપ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેખાવકારોએ વડાપ્રધાન રાનીલ વિક્રમસિઘના પ્રાઇવેટ ઘરમાં તોડફોડ કરી હતી અને આંગ ચાંપી દીધી હતી. લોકોના ટાળાને વિખેરી નાંખવા ટીયર ગેસ છોડવામાં આવ્યો હોવા છતાં દેખાવકારોએ મકાનમાં ઘુસી ગયા હતા. લોકોએ વડાપ્રધાનના વ્હિકલમાં પણ તોડફોડ કરી હતી. હજુ મે મહિનામાં વડાપ્રધાન બનેલા વિક્રમસિંઘે પોતાના હોદ્દા પરથી રાજીનામાની જાહેરાત કરી હતી.
જંગી સંખ્યામાં દેખાવકારોએ શનિવારે કોલંબોમાં પ્રેસિડન્ટ ગોટાબાયા રાજપક્ષેના સત્તાવાર નિવાસસ્થાન પ્રેસિડન્ટ હાઉસ પર કબ્જો કરી લીધો હતો. લોકોના ટોળાએ હલ્લાબોલ કરતા ગોટાબાયા રાજપક્ષેને ઘર છોડીને ભાગવાની ફરજ પડી હતી.
શ્રીરીલંકાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહિંદા રાજપક્ષેએ થોડા સમય પૂર્વે જ રાજીનામું આપી દીધું હતું અને તેમને આગચંપી તેમજ હિંસક દેખાવકારોથી બચવા માટે પરિવાર સહિત ઘર છોડવાની ફરજ પડી હતી. સ્થાનિક મીડિયા તેમજ લશ્કરના સૂત્રોના મતે દેખાવકારો પ્રેસિડન્ટ હાઉસની અંદર ઘૂસી ઘૂસ્યા હતા.
આક્રોશમાં હજારોની સંખ્યામાં પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિભવન પહોંચ્યા હતા અને બાદમાં તેમણે કબ્જો મેળવા ભવનની અંદર કૂચ કરી હતી. મોટાપાયે એકત્ર થયેલી ભીડને રોકવા માટે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ ટોળોનો આક્રોશ એટલો હતો કે કોઈ અધિકારી તેમને રોકવા હિંમત કરી શક્યો નહતો. લોકો બેરિકેડ્સ તોડીને પ્રેસિડન્ટ હાઉસના મુખ્ય દ્વાર પર પહોંચ્યા હતા અને પોલીસને આ વિસ્તામાંથી પીછેહઠ કરવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા પરંતુ બેકાબૂ ટોળાએ પ્રેસિડન્ટ હાઉસ અંદર કબ્જો કરી લીધો હતો. ઘર્ષણને પગલે બે પોલીસ જવાન સહિત 30 વ્યક્તિઓને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને કોલંબોની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ સ્થિતિ પર ચર્ચા કરવા માટે તાત્કાલિક સમાધાન માટે પાર્ટીના નેતાઓની ઈમર્જન્સી બેઠક બોલાવી હતી.
મેમાં તત્કાલીન વડાપ્રધાન મહિંદા રાજપક્ષેના રાજીનામા બાદ શ્રીલંકા ભડકે બળ્યું હતું. તોફાની તત્વોએ રાજપક્ષેના ઘર તેમજ સાંસદો અને પ્રધાનોના પૈતૃક ઘરમાં આગચંપી પણ કરી હતી. આશરે 22 મિલિયનની વસતિ ધરાવતો આ દેશ હાલમાં મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓની ભયંકર અછતનો સામનો કરી રહ્યો છે. પેટ્રોલ સ્ટેશનમાં પર લાંબી લાઇન લાગે છે.