ભારતની ઉડ્ડયન નિયમનકાર DGCAએ શુક્રવારે બજેટ કેરિયર સ્પાઈસજેટ પર લાદવામાં આવેલા નિયંત્રણો હટાવી દીધા છે. એરલાઈન હવે 30 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે એરલાઈને ‘એન્હાન્સ્ડ સર્વેલન્સ’ સમયગાળા દરમિયાન સુધારો દર્શાવ્યો હતો.જુલાઈમાં નિયમનકારે એરલાઈનને આઠ અઠવાડિયા માટે તેની માત્ર 50 ટકા ફ્લાઈટ્સ ઓપરેટ કરવાનો આદેશ આપ્યો હતો, આ આદેશ 21 સપ્ટેમ્બરે લંબાવવામાં આવ્યો હતો. એરલાઈન્સ કંપની સ્પાઇસજેટ હવે 30 ઓક્ટોબરથી સંપૂર્ણ ક્ષમતા સાથે વિમાનોનું સંચાલન કરશે. ડીજીસીએએ તેની સામે સુરક્ષા ઘટનાઓને લઈને લગાવેલા પ્રતિબંધ હવે હટાવી લીધા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સ્પાઇસજેટ વિમાનો સંલગ્ન કેટલીક ઘટનાઓ સામે આવ્યા બાદ ઉડ્ડયન વિભાગે એરલાઈન્સ કંપનીઓ પાસે સ્પષ્ટીકરણ માંગ્યું હતું. આ મામલે ડીજીસીએએ 18 દિવસોમાં ટેકનિકલ ખામીની આઠ ઘટના બાદ સ્પાઇસજેટને કારણદર્શક નોટિસ આપી હતી.

LEAVE A REPLY