ગોવાથી ઉપડેલા સ્પાઈસજેટના એક વિમાનનું બુધવારે રાત્રે હૈદરાબાદ એરપોર્ટ પર ઈમર્જન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. વિમાનના કેબિનમાં ધુમાડો જોવા મળ્યો બાદ વિમાનનું તાકીદે સુરક્ષિત લેન્ડિંગ કરાયું હતું. ઉડ્ડયન નિયમનકાર DGCA આ ઘટનાની તપાસ ચાલુ કરી છે.

DGCA અધિકારીએ જણાવ્યું હતું કે વિમાન સુરક્ષિતરીતે ઉતર્યું હતું અને મુસાફરો ઈમર્જન્સી એક્ઝિટ ગેટથી નીચે ઉતારવામાં આવ્યા હતા. વિમાનમાંથી ઉતરતી વખતે એક મુસાફરને પગમાં નાના ઉઝરડા પડ્યા હતા.
હૈદરાબાદ એરપોર્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે વિમાનમાં 86 મુસાફરો સવાર હતા અને ઇમર્જન્સી લેન્ડિંગને કારણે બુધવારે રાત્રે આશરે નવ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી.

સ્પાઇસજેટ તાજેતરના સમયમાં સંચાલકીય અને નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. તે અગાઉથી ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ની ચાંપતી દેખરેખ હેઠળ છે. નિયમનકારે એરલાઇનને 29 ઓક્ટોબર સુધી તેની કુલ ફ્લાઇટ્સમાંથી માત્ર 50 ટકા જ ઓપરેટ કરવાનો આદેશ આપેલો છે.એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે “ગોવાથી હૈદરાબાદ જતી સ્પાઈસજેટની Q400 ફ્લાઇટ 12 ઓક્ટોબરે તેના ડેસ્ટિનેશને સુરક્ષિત રીતે ઉતર્યું હતું કારણ કે ઉતરતી વખતે કેબિનમાં ધુમાડો જોવા મળ્યો હતો. મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા,”
ડીજીસીએના અધિકારીના જણાવ્યા અનુસાર, કોકપિટમાં ધુમાડા જોવા મળતા વિમાનનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY