Special 2D Barcode Readers available at Mumbai Airport for the convenience of travelers

મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓની સુવિધા માટે ટર્મિનલ 1 અને 2ના પ્રવેશદ્વાર ખાતે 2D બારકોડ રીડર્સ મુકવામાં આવ્યા છે.

બંને ટર્મિનલના એન્ટ્રી ગેટ પર CISFના અધિકારીઓ ફરજ બજાવતા હોય છે. તેઓ હવે ફ્લાઈટ ટિકિટોની શારીરિક રીતે ચકાસણી કરવાને બદલે ટિકિટ કે બોર્ડિંગ પાસના બારકોડને સ્કેન કરશે, જેથી ટર્મિનલમાં પ્રવાસીઓની એન્ટ્રીની કામગીરી ઝડપી અને સરળ બનશે. ઉલ્લેખનીય છે કે મુંબઈના એરપોર્ટ પર વર્ષે અંદાજે 4 કરોડ 80 લાખ જેટલા પ્રવાસીઓની અવરજવર રહેતી હોય છે. દરરોજ 900થી વધારે ફ્લાઈટ્સની આવન-જાવન હોય છે. એક અંદાજ મુજબ દરરોજ આશરે દોઢ લાખ જેટલા પ્રવાસીઓની આવતા હોય છે.

LEAVE A REPLY