વિશ્વમાં કોરોનાવાયરસ સંક્રમણના અત્યારસુધી 1 કરોડ 89 લાખ 70 હજાર 837 કેસ સામે આવી ચૂક્યા છે. તેમાંથી 1 કરોડ 21 લાખ 60 હજાર 675 દર્દી સ્વસ્થ થઇ ચૂક્યા છે. 7 લાખ 11 હજાર 108ના મોત થઇ ચૂક્યા છે. આંકડા www.worldometers.info/coronavirus અનુસાર છે.
કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ એલવૈરો યૂરીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને પુરાવા સાથે ચેડા કરવાના મામલે મંગળવારે હાઉસ એરેસ્ટ કરવામા આવ્યા હતા. તેમની ડેમોક્રેટિક સેન્ટર પાર્ટીના પ્રવક્તા ગૈબ્રિયલ વેલાસ્કોએ બુધવારે કહ્યું- યૂરીબનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
જોકે તેમનું સ્વાસ્થ્ય ઠીક છે. તેમની અંદર કોઇ લક્ષણ દેખાઇ રહ્યા નથી. તેમને શ્વાસ લેવામાં પણ કોઇ સમસ્યા નથી. સ્પેનમાં બુધવારે 1772 નવા કેસ સામે આવ્યા. લોકડાઉન હટાવ્યા બાદ આ સૌથી વધુ કેસ છે. અહીં જૂનમાં લોકડાઉન હટાવવામા આવ્યું હતું. ત્યારબાદથી સંક્રમણ ઝડપથી વધવા લાગ્યું. અત્યારે દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 28 હજાર 499 થઇ ગઇ છે.
જર્મનીએ એન્ટવર્પ રાજ્યને ક્વોરેન્ટીન લિસ્ટમાં સામેલ કર્યું છે. આ રાજ્યમાં સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે અહીં આવતા લોકોને તેમનો નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે. જો તેઓ રિપોર્ટ નહીં દેખાડે તો તેમને 14 દિવસના ક્વોરેન્ટીનમાં મોકલી દેવામા આવશે. અહીં અત્યાર સુધી 2 લાખ 14 હજાર 404 કેસ સામે આવી ચૂક્યા છે અને 9 હજાર 245 લોકોના મોત થયા છે.
1 લાખ 94 હજાર 700 લોકો સ્વસ્થ પણ થયા છે.ઇટલી સરકારે રાયન એર એરલાઇન્સને બેન કરવાની ચેતવણી આપી છે. દેશની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે એરલાઇન્સે સુરક્ષાના નિયમો તોડ્યા છે. તેથી દેશમાં તેની સેવા રોકવામા આવી શકે છે. આ એરલાઇન્સ દેશમાં વ્યાજબી સેવા આપવા માટે જાણીતી છે. દેશમાં દરેક એરલાઇન્સ માટે સરકારે મે મહિનામાં નવા નિયમો જાહેર કર્યા હતા.
એર ટ્રાવેલ કરનારા દરેક લોકોની ટેસ્ટ ફરજિયાત કરવામા આવી હતી.બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 57 હજાર 152 નવા કેસ સામે આવ્યા બાદ સંક્રમિતોની સંખ્યા 28 લાખ 59 હજાર 73 થઇ ગઇ છે. બ્રાઝીલના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં થયેલી 1437 મોત બાદ મૃતકોનો આંકડો 97 હજાર 256 થઇ ગયો છે. સંક્રમણના મામલે બ્રાઝીલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા સ્થાને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો અને તેમની કેબિનેટના 8 મંત્રી પણ સંક્રમિત થઇ ચૂક્યા છે.