કોરોના વાઇરસના બીજા વેવને અંકુશમાં લેવા માટે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝે રવિવારે કેનરી આઇલેન્ડ સિવાય સમગ્ર સ્પેનમાં ઇમર્જન્સી અને કરફ્યુની રવિવારે જાહેરાત કરી હતી. સાન્ચેઝે જણાવ્યું હતું કે ઇમર્જન્સીની સ્થિતિ મેના પ્રારંભ સુધી ચાલુ રહેશે. નવા પગલાંને કારણે કેનરી આઇલેન્ડ સિવાયના તમામ વિસ્તારોમાં રવિવારની રાત્રીથી કરફ્યુ રહેશે.
કોરોના કટોકટીની ચર્ચા કરવા માટે કેબિનેટ બેઠક બાદ ટેલિવિઝન સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે હાલની સ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. કોરોના વાઇરસના કેસોમાં ઉછાળાનો સામનો કરવા વિવિધ પ્રદેશોએ કરફ્યુ લાદવાની સત્તા માગી હતી. આ પછી સરકારે ઇમર્જન્સની પગલાં લીધા છે. સ્પેન બુધવારે કોરોના વાઇરસના એક મિલિયનથી વધુ કેસ ધરાવતો યુરોપનો પ્રથમ દેશ બન્યો હતો.