
સ્પેનમાં કોરોના અંકુશ મેળવવા માટે લાગુ કરવામાં આવેલા નિયંત્રણોનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસા થઈ હતી. વિવિધ શહેરોમાં લોકો શુક્રવારથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. લોકોએ પોલીસ પર પથ્થર સહિતની વસ્તુઓ ફેંકી હતી અને તેનાથી લોકો અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. સ્પેનના વડાપ્રધાન શનિવારે આ શ્રેણીબદ્ધ હિંસાની આકરી ટીકા કરી હતી. સ્પેનમાં આ સપ્તાહથી છ મહિનાની સ્ટેટ ઓફ ઈમરજન્સી પહેલેથી અમલમાં છે.
મેડ્રીડમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને રોડ પર ડસ્ટબિન સહિતની વસ્તુઓને આગ ચાંપી હતી. સેંકડો લોકોને વેખરવા માટે પોલીસે બ્લેન્ટ બુલેટ થોડી હતી. સ્પેનના બીજા ક્રમના સૌથી મોટા શહેર બાર્સેલોનામાં સતત બીજી રાત્રીએ વિરોધ પ્રદર્શન થયા હતા. લોકોએ પોલિસી પર પથ્થરમારો કર્યો હતો. સ્પેનના ઉત્તરપ્રાંતના શહેર લોગ્રોનોમાં આશરે 150 લોકોએ પોલિસ પર પથ્થરમારો કર્યો હતો અને કન્ટેનસર સહિતની વસ્તુઓને આગ ચાંપી હતી. લોકોએ દુકાનોમાં લૂટફાટ પણ કરી હતી. લા રિયોજના વાઇન ઉત્પાદક વિસ્તાર હેરોમાં પણ હિંસા થઈ હતી.
