શીખ અને પંજાબી હિન્દુ સમુદાયની વિશાળ વસ્તી ધરાવતા વેસ્ટ લંડનના સાઉથોલ બ્રોડવે ખાતે ભારતના 76મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મધરાત્રે કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં ભારતીય યુવાનો હાથમાં ત્રીરંગા લઇને કાર તેમજ અન્ય વાહનોમાં રોડ પર નીકળી આવ્યા હતા અને હિન્દુસ્તાન ઝીંદાબાદ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.
ભારતીયાનો વિશાળ જુથને જોઇને 5-10 ખાલિસ્તાની યુવાનો પણ ત્યાં ખાલિસ્તાની ધ્વજ સાથે ધસી આવ્યા હતા અને નારેબાજી કરી હતી. ખાલિસ્તાની યુવાનો પૈકી એક બે લોકો ભારતીયોના જૂથમાં ઘુસી જતા તેમને ટપલીઓ મારવામાં આવી હતી. પોલીસે દરમિયાનગીરી કરી 2-4 ખાલિસ્તાની સમર્થકોની અટકાયત કરી દૂર લઇ ગઇ હોવાના અહેવાલ છે.
લગભગ 150થી 200 જેટલા ભારતીયોએ નારેબાજી સાથે ભારતના સ્વાતંત્ર્ય દિનની લગભગ રાતના 12 વાગ્યા સુધી ઉજવણી કરી હતી. જેમને રોડ સાઇડે ઉભા રહેલા કેટલાક ભારતીયોએ વધાવી હતી.