ભૂતપૂર્વ અધિકારી સાથે ‘ઝેરી’ વંશીય દુર્વ્યવહાર કરવા બદલ પોલીસ દળે માફી માગી છે. આ અધિકારીએ એવન અને સમરસેટ પોલીસમાં સાત વર્ષ સુધી કામ કર્યું હતું.
આ સાઉથ એશિયન મૂળના અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના અંગ્રેજી ભાષાના ઉચ્ચારણ બદલ તેમની મજાક ઉડાવવામાં આવતી હતી અને આ અધિકારીઓએ વિદેશીઓ સાથે કેવી રીતે અંગ્રેજી બોલવું તે અંગે એક ગાઇડ બુક પણ આપી હતી.
તેઓ જે યુનિટમાં કામ કરતા હતા તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું, પરંતુ તેમની સાથે દુર્વ્યવહાર કરનારા બે અધિકારીઓને બઢતી આપવામાં આવી હતી, અને તેમને કોઇ કામગીરી સોંપવામાં આવતી નહોતી.
એવન અને સમરસેટ પોલીસના ડેપ્યુટી ચીફ કોન્સ્ટેબલ નિક્કી વોટસને જણાવ્યું હતું કે, ગુમનામ રહેવાની ઇચ્છા ધરાવનાર પીડિત સાથે થયેલા દુર્વ્યવહાર વિશે સાંભળીને તેઓ ‘વ્યથિત’ બની ગયા હતા.
સ્ટેન્ડ અગેઇન્સ્ટ રેસીઝમ એન્ડ ઇનઇક્વાલિટી (SARI) ના એલેક્સ રેઇક્સે જણાવ્યું હતું કે, તેઓ ઇચ્છે છે કે, પોલીસ વિભાગ આ અંગે ઇન્ડિપેન્ડન્ટ ઓફિસ ઓફ પોલીસ કન્ડક્ટ (IOPC) દ્વારા તપાસ કરવા વિચારે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘મને લાગે છે કે હવે, લોકો પાસે જે દૃષ્ટિ છે, તેમને કેટલીક નવી મહત્વપૂર્ણ બાબતો શિખવા મળી શકે છે. અને, જો કોઈ અધિકારીઓ હજુ પણ કોન્સ્ટેબ્યુલરીમાં છે જેઓ આ દુર્વ્યહાર માટે દોષિત હતા, તો જવાબદારી હોવી જરૂરી છે.’
વોટસને વધુમાં જણાવ્યું હતું કે, ‘હવેના સમયમાં આ પ્રકારના દુર્વ્યવહારને કોઇપણ રીતે સ્વીકારવામાં આવશે નહીં. અમે આ વ્યવહારમાં સાથ આપીશું નહીં.’
‘આ સજ્જન વ્યક્તિ તે સમયે આગળ આવ્યા અને એવા મુદ્દા ઉઠાવ્યા કે જેને ધ્યાનમાં લેવામાં આવ્યા અને લોકો સાથે તેનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પરંતુ તે પ્રકારનું વર્તન અત્યારે કોઈપણ પ્રકારે સ્વીકાર્ય નથી અને અને તેનું ખૂબ જ અલગ રીતે સંભવિત નિરાકરણ લાવવાનું રહેશે.’
મીડિયા સાથેની એક મુલાકાતમાં આ પીડિત અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દળે તેમને વર્ષ 2016માં વળતર તરીકે નવ હજાર પાઉન્ડ આપવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, પરંતુ તેમણે તેને સ્વીકાર્યો નહોતો અને તેના બદલે ટ્રિબ્યુનલમાં જવાનો વિકલ્પ પસંદ કર્યો હતો.
પરંતુ તેમણે કહ્યું હતું કે, જો તેઓ ટ્રિબ્યુનલમાં હારી જાય તો તેને પોલીસ દળ દ્વારા 30,000 પાઉન્ડની કાયદાકીય ફીની ધમકી આપવામાં આવી હતી, તેથી તેમણે તેમની ફરિયાદો પરત ખેંચી લીધી હતી.
આ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘તેઓ જે દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા હતા તેને રોકવાના પ્રયાસમાં તેમણે પોતાના વાંકડિયા વાળ કાપી નાખ્યા હતા. તેઓ માત્ર રંગભેદી હતા અને એવું લાગે છે કે તેઓ અશ્વેત લોકો સામે બદલો લે છે.’
ગત વર્ષે એવન અને સમરસેટ પોલીસને આવા દુર્વ્યહારના 12 કેસ મળ્યા હતા. તેમાં બે અધિકારીઓને તેમની નોકરી ગુમાવવી પડી હતી. તેમાં મોટાભાગના કેસ શારીરિક દુર્વ્યવહાર હતા પરંતુ બે કેસ રંગભેદના હતા.