એશિયન કલાકારોની NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી

0
426

એશિયન સમુદાયના જાણીતા કલાકારો દ્વારા ઇંગ્લેન્ડ અને વેલ્સના દક્ષિણ એશિયન સમુદાયના લોકોને NHS COVID-19 એપ્લિકેશન ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી કોરોનાવાયરસના ફેલાવાને અંકુશમાં રાખવામાં મદદ મળે અને કેસની સંખ્યામાં વધારો થતાં પોતાને અને તેમના પ્રિયજનોને બચાવવા માટે મદદ મળી રહે.

અભિનેતા અમિત ચના, ડાન્સ સેન્સેશન મધુ સિંહ, જાદુગર અને કન્ટેન્ટ સર્જક અર્શદીપ સોની સહિતના જાણીતા કલાકારોએ દક્ષિણ એશિયાઈ સમુદાયને એપ ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે નવી ફિલ્મમાં જોડાયા છે.

આ ફિલ્મ https://bit.ly/3kUFvmd માં સમાજના લોકોને એપ્લિકેશન કેમ ડાઉનલોડ કરવી, તેના કારણો, પ્રિયજનોને કઇ રીતે સુરક્ષિત કરવા, લક્ષણો થાય તો શું કરવું વગેરે માહિતી આપવામાં આવી છે. આ એપ ઘણી ભાષાઓમાં 16 અને તેથી વધુ વયના લોકો માટે ઉપલબ્ધ હશે. તે ઇંગ્લેન્ડની એનએચએસ ટેસ્ટ અને ટ્રેસ સેવાનો કેન્દ્રિય ભાગ છે.

એપ્લિકેશનની વિગતવાર વિડિઓ અહીં જુઓ: https://www.youtube.com/watch?v=um0qeXj1hnw& એનએચએસ કોવિડ-19 એપ્લિકેશન વિશે વધુ માહિતી માટે https://covid19.nhs.uk/ ની મુલાકાત લો.