Arrest of Congress leader who gave statement of Modi's murder

દક્ષિણ આફ્રિકાના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સની ઉત્તરાખંડના દહેરાદૂનમાં પોલીસે એક જાણીતા બિલ્ડરને આત્મહત્યા માટે પ્રેરિત કરવાના આરોપમાં શુક્રવારે ધરપકડ કરી હતી, કોર્ટે તેમને શનિવારે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાં હતા.

પોલીસે દેહરાદૂનના બિલ્ડર બાબા સાહનીના આપઘાત સંબંધિત કેસમાં મૂળ યુપીના સહારનપુરના અજય કુમાર ગુપ્તા અને અનિલ કુમાર ગુપ્તાની ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપી ભાઈઓમાંના એક પ્રખ્યાત વેપારી અજય કુમાર ગુપ્તા ઉત્તરાખંડથી દક્ષિણ આફ્રિકા સુધીના વિવાદોમાં સંડોવાયેલા છે.

જોકે તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું કે આ તે જ અજય ગુપ્તા છે જે તેના ભાઈઓ અતુલ અને રાજેશ સાથે દક્ષિણ આફ્રિકાથી ભાગી ગયો હતો.

ભારતમાં ગુપ્તા બ્રધર્સની ધરપકડના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપતા દક્ષિણ આફ્રિકાએ શનિવારે કહ્યું હતું કે ભારતમાં બે ગુપ્તા ભાઈઓની ધરપકડના અહેવાલોને પગલે ભારત સરકારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આમાંથી એક ગુપ્ત બ્રધર્સને દક્ષિણ આફ્રિકામાં સરકારી માલિકીના સાહસોમાંથી અબજોની લૂંટના આરોપમાં વોન્ટેડ છે.

ભારતીય મૂળના અતુલ, અજય અને રાજેશ ગુપ્તા પર ભૂતપૂર્વ પ્રમુખ જેકબ ઝુમા સાથેના તેમના નજીકના જોડાણ દ્વારા દક્ષિણ આફ્રિકામાં અબજો રેન્ડની ઉચાપત કરવાનો આરોપ છે. 2018માં ઝુમાને પ્રેસિડન્ટ પદ પરથી હટાવવામાં આવ્યા બાદ ત્રણેય ભાઇઓ તેમના પરિવારો સાથે દુબઈ ભાગી ગયા હતાં.

2023માં યુએઈએ રાજેશ અને અતુલના પ્રત્યાર્પણની વિનંતીને નકારી કાઢી હતી જેના પગલે દક્ષિણ આફ્રિકાએ તેમને ભાગેડુ જાહેર કર્યા હતા. ગુપ્તા બ્રધર્સે આઈટી, મીડિયા અને માઈનિંગ સેક્ટરમાં વિશાળ સામ્રાજ્ય ઉભું કર્યું હતું.દક્ષિણ આફ્રિકામાં ગુપ્તા બંધુઓની સંપત્તિઓને ફ્રીઝ કરવામાં આવી છે.

સાઉથ આફ્રિકાના ન્યાય વિભાગના પ્રવક્તા ક્રિસ્પિન ફીરીએ ન્યૂઝ24ને જણાવ્યું હતું કે “જસ્ટિસ એન્ડ કરેક્શનલ સર્વિસિસે ભારતમાં બે ગુપ્તા ભાઈઓ અજય અને અનિલની ધરપકડના અહેવાલોની નોંધ લીધી છે. અમારા ધરપકડ વોરંટ રાજેશ અને અતુલ ગુપ્તા માટે હતા. તેમ છતાં, વેરિફિકેશન માટે ભારત ખાતેના હાઈ કમિશનર દ્વારા ઔપચારિક પ્રક્રિયાઓ ચાલી રહી છે.”

LEAVE A REPLY