ટી-20 વર્લ્ડ કપના સુપર 8 તબક્કામાં ગ્રુપ 2ના બે સેમિફાઈનાલિસ્ટ નક્કી થઈ ગયા છે, બાકીની બે ટીમ બહાર નિકળી ગઈ છે. રવિવારે ગ્રુપની છેલ્લી મેચમાં સાઉથ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ત્રણ વિકેટે હરાવી સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું, તો વેસ્ટ ઈન્ડિઝ સ્પર્ધામાંથી બહાર થઈ ગયું હતું. ગ્રુપ 2ની બીજી સેમિફાઈનાલિસ્ટ ઈંગ્લેન્ડ છે.
વરસાદના વિઘ્ન પછી સાઉથ આફ્રિકાને 17 ઓવરમાં 123 રન કરવાના થયા હતા, જે તેણે 16.1 ઓવરમાં સાત વિકેટ ગુમાવી કરી લીધા હતા. પહેલી બેટિંગ લેતાં વેસ્ટ ઈન્ડિઝે 8 વિકેટે 135 રન કર્યા હતા.
તો રવિવારે જ ઈંગ્લેન્ડે અમેરિકા સામેની મેચ 10 વિકેટે જીતી લઈ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. પહેલા બેટિંગ લઈને અમેરિકાની ટીમ 18.5 ઓવરમાં ફક્ત 115 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઈંગ્લેન્ડે ફક્ત 9.4 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના આ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.