Sonu Sood got a big offer in politics
(Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)
બોલીવૂડ અને જાહેર જીવનમાં અભિનેતા સોનુ સૂદનું નામ ખૂબ જ આદર-સન્માનથી લેવામાં આવે છે. કોવિડના કપરા સમયમાં તેણે જરૂરિયાતમંદ લોકોને ઘણી મદદ કરી હતી. તેમના ઘરે પહોંચવા માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરીને સોનુ સૂદે લોકોના દિલ જીતી લીધા હતા. આવી ઘટનાઓ પછી લોકોને એવી ધારણા હતી કે, સોનુ સૂદ બહુ ઝડપથી રાજકારણમાં આવી શકે છે. હવે તેણે રાજકારણમાં જોડાવા અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.
એક મીડિયા ઈન્ટરવ્યૂ દરમિયાન, જ્યારે સોનુ સૂદને રાજકારણમાં જવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, “રાજનીતિની વાત કરીએ તો, મને બે વાર રાજ્યસભા સાંસદ બનવાની ઓફર મળી છે, પરંતુ મેં તે સ્વીકારી નહીં. સૌથી મોટી પોસ્ટ ઓફર કરવામાં આવી હતી કે, એક રાજ્યમાં નાયબ મુખ્યપ્રધાન બનાવવામાં આવશે.
સોનુ સૂદે વધુમાં કહ્યું, “મને જુદી જુદી ઘણી ઓફર કરવામાં આવી છે, પરંતુ તે મને આકર્ષિત કરતી નથી. હું મારા પોતાના નિયમો બનાવવા માંગુ છું કારણ કે હું કોઈના બનાવેલા માર્ગને અનુસરવા માંગતો નથી.
આ સિવાય સોનુ સૂદે સ્પષ્ટતા કરી હતી કે, તેને શરૂઆતમાં છેદી સિંહનો રોલ પસંદ ન હતો, જેના કારણે તેણે ‘દબંગ’ને રિજેક્ટ કરી હતી. અભિનેતાએ કહ્યું કે ફિલ્મમાં તેનું પાત્ર ખૂબ જ ઘમંડી હતું, પરંતુ તેણે તેને હાસ્યજનક બનાવી દીધું. તે જાણીતું છે કે આ ફિલ્મ વર્ષ 2010 માં રિલીઝ થઈ હતી, જેમાં સલમાન ખાન ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, સોનુ સૂદે છેલ્લે અક્ષયકુમાર સાથે ‘સમ્રાટ પૃથ્વીરાજ’માં કામ કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ ગઈ હતી. અત્યારે સોનુ સૂદ તેની નવી ફિલ્મ ફતેહને લઈને ચર્ચામાં છે, તાજેતરમાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે.

LEAVE A REPLY