કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ એક વખત PPE કિટ(પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ)ની અછત અને ખરાબ ગુણવતા અંગે સવાલ ઉઠાવ્યો છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી(CWC)ની બેઠકમાં સોનિયા ગાંધીએ PPE કીટની ખરાબ ક્વોલિટી પર ચિંતા વ્યક્ત કરી છે.
તેમણે કહ્યું કે દેશમાં કોરોના ટેસ્ટિંગ ખૂબ જ ઓછી સંખ્યામાં થઈ રહ્યું છે. જે ખૂબ જ ગંભીર વાત છે. બેઠકમાં સોનિયા ગાંધીએ માંગ કરી કે ગરીબો-મજૂરો-ખેડૂતોના ખાતામાં તાત્કાલિક 7500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવવા જોઈએ.
મોદી સરકાર પર આરોપ લગાવતા સોનિયા ગાંધીએ કહ્યું કે અમે વારંવાર વડાપ્રધાનને કહ્યું કે ટેસ્ટિંગનો કોઈ વિકલ્પ નથી. તેમ છતાં પણ ટેસ્ટિંગ ઓછું થઈ રહ્યું છે અને પીપીઈ પણ સારી ક્વોલિટીની નથી. અમે ઘણા સૂચન આપ્યા પરંતુ સરકાર તેને અમલમાં લાવવાની કોઈ સક્રિયતા દેખાડી રહી નથી.
બેઠકમાં સોનિયા ગાંધીએ માંગ કરી કે ગરીબો-મજૂરો-ખેડૂતોના ખાતામાં તાત્કાલિક 7500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવવા જોઈએ. મજૂરોને ખાદ્ય સુરક્ષા ઉપલબ્ધ કરાવવા માટે તાત્કાલિક પગલા લેવામાં આવે. સોનિયાએ કહ્યું કે આપણે કોરોના વોરિયર્સને સલામ કરવા જોઈએ, તેઓ જરૂર મેડિકલ ઉપકરણ વગર પણ ફીલ્ડમાં કામ કરી રહ્યાં છે.