ડોમિનીક કમિંગ્સ દ્વારા બરતરફ થયા બાદ સશસ્ત્ર પોલીસ દ્વારા ડાઉનિંગ સ્ટ્રીટમાંથી બહાર કરાયેલા સહાયક સોનિયા ખાન સાથે સરકારે સમાધાન કર્યું છે. તેઓ સાજિદ જાવિદના ભૂતપૂર્વ વિશેષ સલાહકાર હતા અને તેમને £50,000 થી £100,000 સુધીનું વળતર આપવામાં આવશે.
ખાને એક નિવેદનમાં કહ્યું હતું કે “આ મુદ્દાઓનું સમાધાન કરીને હવે હું મારા જીવન અને કારકિર્દી સાથે આગળ વધું છું. મારી પાસે સલાહકાર તરીકે પરિપૂર્ણ નોકરી છે. મને છેલ્લા બે વડા પ્રધાનો હેઠળ વિશેષ સલાહકાર તરીકે સેવા આપવાનો મને લ્હાવો મળ્યો છે.”
ખાને સાજીદ જાવિદ અને ફિલિપ હેમન્ડ સાથે પણ કામ કર્યું હતું અને તેણીને નોકરીમાંથી બરતરફ કરાતા તેઓ રોષે ભરાયા હતા.