Sonia Gandhi hints at retirement from politics

કોંગ્રેસ પક્ષનાં શીર્ષસ્થ નેતા સોનિયા ગાંધીએ રાજકારણમાંથી નિવૃત્તી લેવાનો સંકેત આપ્યો છે. છત્તીસગઢના રાયપુર ખાતે પક્ષના 85મા રાષ્ટ્રીય અધિવેશનના બીજા દિવસે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ સોનિયા ગાંધીએ કાર્યકર્તાઓને સંબોધન દરમિયાન રાજકારણમાંથી સન્યાસ લેવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની રાજકીય કારકિર્દીનો અંત ભારત જોડો યાત્રાથી જ આવી શકે છે. સોનિયાએ કહ્યું કે આ મુલાકાત એક ટર્નિંગ પોઈન્ટ તરીકે આવી છે. તેણે સાબિત કર્યું છે કે ભારતના લોકો સૌહાર્દ, સહિષ્ણુતા અને સમાનતા ઈચ્છે છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસ અત્યારે મુશ્કેલ સ્થિતિમાં છે.

સોનિયા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને સમગ્ર દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસે દેશની એક-એક સંસ્થા પર કબજો જમાવ્યો છે અને તેને તોડી છે. કેટલાક ઉદ્યોગપતિઓને ફાયદો કરાવીને કેન્દ્ર સરકારે આર્થિક તબાહી મચાવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ સારો સમય પણ જોયો છે અને ઘણું હાંસલ કર્યું, પરંતુ હવે પાર્ટી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે. ભૂતકાળમાં દેશમાં નફરતના કારણે મહિલાઓ, આદિવાસીઓ, ગરીબો અને પછાત લોકો પર હુમલા થતા હતા. તેનો અંત લાવવાની જવાબદારી આપણી છે. કોંગ્રેસ માત્ર એક પાર્ટી નથી તે એક વિચારધારા છે અને જીત આપણી જ થશે.

‘2004 અને 2009માં આપણી જીત તેમ જ ડો. મનમોહન સિંહઘ સક્ષમ નેતૃત્વથી મને વ્યક્તિગત સંતોષ મળ્યો, પરંતુ મને સૌથી વધુ ખુશી એ છે કે મારી ઇનિંગ ભારત જોડો યાત્રા સાથે સમાપ્ત થઈ શકે છે,’ એમ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે મલ્લિકાર્જુન ખડગેને રાજકારણનો લાંબો અનુભવ છે. કોંગ્રેસ પાર્ટીને આવા મુશ્કેલ સમયમાં તેમની અધ્યક્ષતાની જરૂર છે. ખડગેની અધ્યક્ષતામાં અમે આ મુશ્કેલ સમયને પણ પાર કરી શકીશું.

LEAVE A REPLY