કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કરતાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શનિવારે જણાવ્યું છે કે નફરત, ધર્માંધતા અને અસહિષ્ણુતા દેશને ચપેટમાં લઈ રહી છે અને તેને અટકાવવામાં નહીં આવે તો સમાજને ભરપાઈ ન થઈ શકે તેવું નુકસાન થશે.
એક વર્તમાનપત્રને લખેલા આર્ટિકલમાં સોનિયા ગાંધીએ લોકોને ઘૃણાની એવી પ્રચંડ આગ અને સુનામી અટકાવવાની વિનંતી કરી છે, કે જે પેઢીઓ દ્વારા મહામહેનતે નિર્માણ કરવામાં આવેલા તમામનું પતન કરી રહી છે. હાલમાં આપણો દેશ ઘૃણા, ધર્માંધતા, અસહિષ્ણુતા અને જુઠ્ઠાણના એક સર્વવિનાશમાં સપડાયેલો છે. જો આપણે આને અત્યાર અટકાવીશું નહીં તો તેનાથી આ સમાજને ભરપાઈ ન થઈ શકે તેટલું નુકસાન થશે. આપણે આવી સ્થિતિને પરવાનગી આપવી જોઇએ નહીં અથવા આપી શકીએ નહીં. શાંતિ અને બહુજનવાદના ભોગે બોગસ રાષ્ટ્રવાદીનો ફેલાવો થઈ રહ્યો ત્યારે જનતા તરીકે આપણે મૂકપ્રેક્ષક બની શકીએ છીએ.
સોનિયાએ જણાવ્યું છે કે પહેરવેશ, ખાણીપીણી, ધર્મ, ઉત્સવ ભાષા જેવા મુદ્દે ભારતના લોકોને એકબીજાની સામે લડાવવામાં આવી રહ્યાં છે તથા સંઘર્ષને જન્મ આપતી તાકાતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. પ્રાચીન અને સમકાલિન એમ બંને ઇતિહાસનું પૂર્વગ્રહ, દુશ્મનાવટ અને વેરભાવના ફેલાવા માટે ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યું છે.
દેશમાં હિજાબ વિવાદ, રામનવમીની હિંસા અને માંસાહાર ભોજનના મુદ્દે જવાહરલાલ નહેરુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચેની સંધર્ષની સોનિયા ગાંધીએ આ આર્ટિકલ લખ્યો છે.તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન ભારતની વિવિધતાની વારંવાર વાતો કરે છે, પરંતુ કડક વાસ્તવિકતા એ છે કે સત્તાધારી સરકાર આ સમૃદ્ધ વારસા સાથે છેડછાડ કરીને લોકોનું વિભાજન કરી રહી છે.