
અમેરિકાના દિગ્ગજ બાસ્કેટબોલ ખેલાડી કોબી બ્રાયન્ટને શ્રદ્ધાંજલિની સાથે જ ગ્રેમી 2020ની શરૂઆત થઈ હતી. 62માં ગ્રેમી એવોર્ડ્સનું આયોજન લોસ એન્જલિંસમાં કરવામાં આવ્યું હતું.
સૌથી વધુ આઠ કેટેગરીમાં નોમિનેટેડ લિજ્જોને ‘ટ્રૂથ હર્ટ્સ’ માટે બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સ ગ્રેમી એવોર્ડ મળ્યો હતો. ત્યાંજ બિલી આઈલીશને 3 ગ્રેમી એવોર્ડ જીત્યા, બિલીને 6 કેટેગરીમાં નોમેનેશન પ્રાપ્ત થયા હતા.
બિલી આઈલીશે સોંગ ઓફ ધ યર, બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ અને બેસ્ટ પોપ આલ્બમના ગ્રેમી એવોર્ડ જીત્યા હતા. ત્યાંજ એન્ડરસન પાર્કને તેના ‘ઓલ્ડ ટાઉન રોડ’ ગીત માટે બેસ્ટ આર એન્ડ બી પરફોર્મન્સનો એવોર્ડ મળ્યો હતો. લિજ્જોને બેસ્ટ પોપ સોલો પરફોર્મન્સની સાથે સાથે ‘કોઝ આઈ લવયુ’ માટે બેસ્ટ અર્બન કન્ટેમ્પરેરી આલ્બમનો પણ ગ્રેમી એવોર્ડ મળ્યો હતો.
એલ્વિસ કોસ્ટેલો-ધ ઈમ્પોસ્ટર્સને ‘લુક નાઉ’ માટે બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ એલ્બમ, ગેરી ક્લાર્ક જૂનિયરને ‘ધિસ લેન્ડ’ માટે બેસ્ટ રોક પરફોર્મન્સ, ધ કેમિકલ બ્રધર્સને નો ‘જિયોગ્રાફી’ માટે બેસ્ટ ડાન્સ ઈલેક્ટ્રોનિક એલ્બમનો ગ્રેમી પ્રાપ્ત થયા છે.
