બોલીવૂડમાં ખૂબ જ ઓછું કામ કરવા છતાં સોનમ કપૂરને તાજેતરમાં યુકેમાં એક અનોખું સન્માન મળ્યું છે. કપડા-ફેશન-ટ્રેન્ડની વિશેષ સમજ ધરાવતી સોનમને 40 બેસ્ટ ડ્રેસ્ડ પીપલમાં સ્થાન મળ્યું છે. આ યાદીમાં હેરી સ્ટાયલસ, કેટ મિડલટન, રોસામુન્ડ પાઈક તથા કેટ મોસ જેવી જાણીતી સેલિબ્રિટીઝનો સમાવેશ કરાયો છે.
આ ઉપરાંત તેમાં સીએના મિલર, બિયન્કા જેગર, એલ્કાસ ચુંગ, સ્ટોર્મ્ઝી, નાઓમી કેમ્પબેલ, એડવર્ડ એનિનફુલ, સ્ટેલા મેકાર્ટની, ફોબી ફિલો, અક્ષતા મૂર્તિ (બિઝનેસપર્સન અને યુકેના વડાપ્રધાન ઋષિ સુનકનાં પત્ની)નો સમાવેશ કરાયો છે. સોનમને એનાયત થયેલા પ્રશસ્તિ પત્ર અનુસાર, ‘બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી નોટિંગ હિલમાં રહે છે અને તેઓ કોચર સર્કિટની એક આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત સુંદરી હોવાની સાથે સાથે જ ડાયર અને વેલેન્ટિનોની ટોચની ક્લાયન્ટ છે.
ઉલ્લેખનીય છેકે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા પછી સોનમ લંડનમાં રહે છે. સોનમની નવી ફિલ્મ બેટલ ફોર બિટ્ટોરા આગામી થોડાં સમયમાં થીયેટર્સમાં રીલિઝ થશે. સોનમના પિતા અને બોલીવૂડના જાણીતા અભિનેતા અનિલ કપૂર પણ અભિનય ઉપરાંત પોતાની ફિટનેસ માટે જાણીતાં છે.