બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર અને તેના પતિ આનંદ આહુજાના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ફેબ્રુઆરીમાં આશરે રૂ.2.4 કરોડની રોકડ રકમ અને જ્વેલરીની ચોરી થઈ હતી. આ લૂંટ 11 ફેબ્રુઆરીએ થઇ હતી અને આ ઘટનાના આશરે બે સપ્તાહ બાદ 23 ફેબ્રુઆરીએ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને આ કેસની તપાસ ચાલુ છે. સોનમ કપૂર સાથે આ આવી બીજી ઘટના છે. માર્ચમાં અભિનેત્રીના સસરા સાથે રૂ.27 કરોડની સાઇબર છેતરપિંડી થઈ હતી. પોલીસે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે 23 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદ થઈ હતી કે અમૃતા સહેગલ માર્ગ પર આવેલા હરીશ આહુજાના ઘરમાં ચોરી થઈ છે. તેમણે ફરિયાદ કરી છે કે આશરે રૂ.2.4 કરોડની રોકડ રકમ અને જ્વેલરીને ચોરી થઈ છે. ફરિયાદીને 11 ફેબ્રુઆરીએ આ ઘટનાની જાણ થઈ હતી, પરંતુ 23 ફેબ્રુઆરીએ ફરિયાદ કરી હતી. તાકીદે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલુ છે. પુરાવાની તપાસ માટે ટીમ્સની રચના કરવામાં આવી છે.