કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને રવિવારે કોરોના સંબંધિત સમસ્યાને પગલે દેશની રાજધાની દિલ્હીમાં આવેલી સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સ્થિર છે અને તેમને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે, એમ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું.
2 જૂનના રોજ સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી હતી. સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા એના બીજા દિવસે તેમના દીકરી પ્રિયંકા ગાંધી વાડ્રાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. કોરોના સંક્રમિત થયા તે પહેલા સોનિયા ગાંધીએ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તેમાંથી પણ અમુક લોકો કોરોના પોઝિટિવ હોવાની જાણકારી મળી છે.સોનિયા ગાંધીને 1 જૂનની સાંજે સામાન્ય તાવ આવ્યો હતો અને કોરોનાના અન્ય લક્ષણો દેખાયા હતા. ત્યારપછી તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો.