મોટે ભાગે વિશ્વના 80% દેશોના વિવિધ પ્રવાસન સ્થળોએ પોતાની ટૂર લઇ જતા સૌથી વધુ વિશ્વાસપાત્ર ટૂર ઓપરેટર સોના ટૂર્સને હાલમાં જ વિશ્વ વિખ્યાત સંસ્થા “Which?” દ્વારા યુકેના ટોચના 24 રેકેમેન્ડેડ ટૂર ઓપરેટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં સોના ટૂર્સ એક માત્ર ભારતીય / એશિયન મૂળની ટૂર ઓપરેટર કંપની છે. જે આપણા સૌ માટે ગર્વની વાત છે.
“Which?” સંસ્થા યુકે સહિત વિશ્વભરમાં હજારો – લાખો લોકોને કોઇ પણ વસ્તુ કે સેવાની ખરીદી કરવી, કોની પાસેથી તે લેવી, તેના માટે શું કાળજી રાખવી તેની માહિતી આપે છે. Which? યુકેમાં કોઇ પણ ધંધા માટે, તેમણે વેચેલી વસ્તુઓ કે સેવા માટે તેમના જૂના ગ્રાહકો તરફથી વસ્તુ કે સેવા અંગેનો અભિપ્રાય, તેની ગુણવત્તા, તેમની રીફંડ પોલીસી, વેચાણ બાદની સેવા વગેરે વિશેના વિસ્તૃત રેફરન્સ મેળવ્યા બાદ, ખાતરી જણાય તો જ તેનો સમાવેશ કરી રેન્ક આપે છે.
અતિશયોક્તિ ન કરીએ તો યુકેમાં રહેતો કોઇ પણ ગુજરાતી, કોઇ પણ સંસ્થાએ કોઇ પણ પ્રવાસ પહેલા એક વાર તો સોના ટૂર્સનો સંપર્ક કરી તેમના દ્વારા ઓપરેટ કરાતી થીમ કે અન્ય ટૂર વિશે જાણકારી મેળવી જ હશે.
સોના ટૂર્સના ડાયરેકટર્સ અને માલીકો ચેતનભાઇ શાહ અને દિવ્યા શાહે જણાવ્યું હતું કે ‘’સોના ટૂર્સ શરૂ કરવા પાછળનો તેમનો ઉદ્દેશ તેમના માતા શ્રીમતી કંચનબેન શાહનું સપનું સાકાર કરવાનો છે. શ્રીમતી કંચનબેન શાહ અને પિતાશ્રી નેમચંદભાઇ હેમરાજ શાહએ ટર્સનો બિઝનેસ સૌ પ્રથમ કેન્યા ખાતે ચાલુ કર્યો હતો. શ્રીમતી કંચનબેન શાહ આજથી 35-40 વર્ષ પહેલા કેન્યા ખાતે ઇતિહાસના શિક્ષક તરીકે સેવા આપતા હતા. નોકરીની સાથે સાથે બાળકોમાં “પ્રવાસ” પ્રત્યેની જાગૃતી કેળવવી, પ્રવાસન સ્થળ અને તેની સાથે જોડાયેલા રહેવાસીઓના ઇતિહાસ, ભાષા, સામાન્ય જ્ઞાન, ટીમવર્ક, લીડરશીપ અને સોશ્યલ સ્કીલ વિશે બાળકોને હોંશભેર શિખવતા.
બાળકોમાં વિવિધ બાબતો અંગેનું જ્ઞાન વધે તે તેમનો મુખ્ય ધ્યેય હતો. 1970ના દાયકામાં કેન્યામાં 6 વર્ષ અને તેથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે તેમણે આવા અનેક નીતનવા પ્રવાસોનું આયોજન કર્યું હતું. હાલમાં યુકેમાં હવે, બધી ઉંમરના વિદ્યાર્થીઓ માટે આવા પ્રવાસોનું આયોજન થાય છે.
શ્રીમતી કંચનબેન શાહના પુત્રો ચેતનભાઇ શાહ FCA અને દિવ્યાભાઇ શાહ એકાઉન્ટીંગમાં ખૂબ સારું ભણતર લઇને, સારી નોકરી કરતા હતા. ધીરે ધીરે પોતાના માતુશ્રીના સપનાને સાકાર કરવા તેમણે પણ ટૂર્સ યોજવાનું નક્કી કર્યું હતું. શરૂઆતથી લઇને અત્યાર સુધી સૌથી સારી ગુણવત્તાની સેવા સાથે ટૂર ઓપરેટ કરતા ભાઇઓને ગ્રાહકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેનાથી ધીરે ધીરે રેફરન્સ અને ભલામણો વધતા તેમના ટૂર્સના ધંધાનો પણ ફેલાવો થવા લાગ્યો હતો. દિવ્યાભાઇ અને ચેતનભાઇએ પણ લોકોના સપના પૂરા થતા જોઇને, લોકોના સારા આશિષ અને શુભેચ્છાઓથી પ્રેરાઇને તેમજ ધંધાનો વ્યાપ વધતા પોતાની સારા પગારની નોકરી નોકરી છોડીને ફૂલટાઇમ ટૂરના બિઝનેસમાં જ ધ્યાન આપવાનું નક્કી કર્યું.
નસીબ જોગે સારા સ્ટાફનો સુંદર સાથ મળ્યો જેઓ ગ્રાહકોની નાનામાં નાની જરૂરિયાતોનું ધ્યાન દેતા અને સૌની સગવડતા સચવાય તેની પૂરતી કાળજી રાખતા હતા. તેઓ હંમેશા પોતે કરેલા કમીટમેન્ટ અને વચનોનું પાલન કરતા અને તે ખૂબ જ સારી રીતે પૂરૂ કરતા. તેઓ હંમેશા પ્રવાસમાં જતા પહેલા જમવાનું ક્યાંથી મળશે, કઇ હોટેલમાં ઉતારો રાખવામાં આવશે, ટૂર ગાઇડ કોણ હશે, કયા સ્થળો જોવા જરૂરી છે તે બધા વિશે ધ્યાન રાખીને ગ્રાહકોને પૂરતી માહિતી પૂરી પાડતા હતા. આ રીતે બન્ને ભાઇઓ ખૂબ જ સારી સગવડ સાથેની ટૂર ઓપરેટ કરવા લાગ્યા હતા જેને કારણે તેમણે ગ્રાહકોનો ખૂબ જ વિશ્વાસ જીત્યો હતો. સતત સારા અને પોઝીટીવ પ્રતિભાવ મળતા સોના ટૂર્સની ખ્યાતી વધવા લાગી હતી.
જેના કારણે છેલ્લા 20 વર્ષોમાં 400થી પણ વધુ ઇન્ટરનેશનલ ટૂર્સ ઓર્ગેનાઇઝ કરી 10,000થી પણ વધુ ગ્રાહકોનો વિશ્વાસ જીત્યો છે. હવે સોના ટૂર્સની ગણના યુકેના ટોચના ટૂર ઓપરેટર તરીકે થવા લાગી છે. તેમણે સોના ટૂર્સની ઓફિસ કેન્યા, ભારત અને યુએસએમાં પણ ખોલી છે.
સોના ટૂર્સના બિઝનેસ સાથે બન્ને ભાઇઓ અને તેમનો પરિવાર સામાજિક કલ્યાણ માટે પણ ઘણી મદદ કરે છે. ચેરીટી સંસ્થાઓ માટે નાણાકીય ભંડોળની જરૂર હોય કે શાળા – કોલેજોમાં પુસ્તકોની જરૂર હોય, નવરાત્રિ, દિવાળી, ભારતીય હાઇ કમિશન કે ઓવૉર્ડ ઇવેન્ટમાં રેફલ કે અન્ય સખાવતો માટે મદદ કરે છે. કોવિડ-19 રોગચાળા વખતે તેમણે કેન્યામાં 13,200થી વધુ પરિવારોને ને 108 જેટલા અનાથાશ્રમોને ફૂડ પેકેટ પહોંચાડ્યા હતા.
સોના ટૂર્સ ABTA રજીસ્ટર્ડ ટૂર ઓપરેટર છે અને યુએસએ, જાપાન, વિએતનામ, બેંગકોક, સાઉથ અમેરિકા, અફ્રિકા વગેરે સ્થળોની ટૂર કરે છે. સોના ટૂર્સ દ્વારા દરેક ટૂરમાં ગ્રાહકોની જરૂરિયાત મુજબ જૈન, સ્વામિનારાયણ, વેજીટેરીયન, નોન-વેજીટેરીયન ભોજન પૂરૂ પાડે છે. ફાઇવ સ્ટાર કે તેથી વધુ સગવડવાળી હોટેલ પૂરી પાડવાથી લઇને ટૂર ગાઇડ, લોકલ ટ્રાન્સપોર્ટ, ભોજન, વગેરે દરેક બાબતોમાં કંજુસાઇ કરવાને બદલે સેવા, ગુણવત્તા અને શ્રેષ્ઠ સગવડને ધ્યાનમાં રાખવામાં આવે છે. ફક્ત સસ્તી સેવા લેવાને બદલે દરેક બાબતો અંગે વિસ્તૃત માહિતી મેળવી રેફરન્સ, ડ્યુડીલીજન્સ ચેક અને ખાતરી કરીને જ સર્વિસ પ્રોવાઇડર સાથે કામ કરવામાં આવે છે. દરેક કાર્ય કરતી વખતે ગ્રાહકોની સગવડતા, ગ્રાહકોને પરવડશે કે નહિં અને ગ્રાહકોને ગમશે કે નહીં તેને પ્રાથમિકતા આપવાનો જ હંમેશા મુખ્ય ધ્યેય રહ્યો છે.
સોના ટૂર્સના ડાયરેક્ટર્સ ચેતનભાઇ અને દિવ્યાભાઇ તેમની આ સફળતાનો જશ તેમની સાથે કામ કરતા તેમના કર્મચારીઓને આપે છે અને તેમની સાથે પરિવારના સભ્ય જેવો વ્યવહાર કરી તેમની નાની મોટી બધી કાળજી રાખે છે. આવી જ દરકાર વર્ષોથી ભરોસો રાખતા તેમના ગ્રાહકોની પણ રાખે છે.
કોવિડ-19ના સમયમાં જ્યારે કેટલાય ટૂર ઓપરેટર્સ ગ્રાહકોના બુકીંગ માટે લીધેલી રકમ પાછી આપવામાં ગલ્લા તલ્લા કરતા હતા ત્યારે સોના ટૂર્સ દ્વારા સામેથી ફોન કરીને ગ્રાહકોને સાંત્વના આપવામાં આવી હતી અને સમયસર પૈસા પાછા આપી દેવામાં આવતા હતા. જેને પગલે વિશાળ ગ્રાહક વર્ગમાં સોના ટૂર્સની સેવાઓની સરાહના થઇ હતી. ગ્રાહકોએ પણ ભવિષ્યમાં જ્યારે પણ સ્થિતી સુધરશે ત્યારે સોના ટૂર્સ દ્વારા આયોજીત ટૂર્સમાં જ જોડાવાની ખાતરી આપી હતી.
કોરોના વાયરસના કારણે થયેલ હાડમારી પછી સરકારી ગાઇડલાઇન્સ મુજબ સોના ટૂર્સ દ્વારા તેમના સ્ટાફને જરૂરી તાલીમ આપવા સાથે ગ્રાહકો માટે પૂરતા પગલા લેવાય છે. ABTA અને ATOL નિયમો મુજબ ગ્રાહકોના નાણાંની પૂરી તકેદારી રાખે છે. તેઓ ચોખ્ખાઇ, સોશ્યલ ડિસ્ટન્સીસનું પૂરતું પાલન કરવા સાથે વિશ્વાસપાત્ર ટૂર ઓપરેટર તરીકેનું પોતાનું નામ વધુ ઊંચાઇ પર લઇ જવા હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેઓ ફ્લેક્સીબલ રીતે £50થી શરૂ થતી ઓછી ડીપોઝીટ લઇને બુકિંગ કરે છે અને કોવિડ-19ના કારણે કેન્સલેશન વખતે કોઇ પણ પેનલ્ટી ચાર્જ લીધા સિવાય પૂરા પૈસા ગ્રાહકોને પાછા આપવાનું નક્કી કર્યું છે.