How Salman became an actor?
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

અભિનેત્રીમાંથી સામાજિક કાર્યકર બની ગયેલી સોમી અલી તથા સલમાન ખાનના રોમેન્ટિક સંબંધો 8 વર્ષ સુધી રહ્યા હતા. સોમી અલી ઘણાં સમયથી સલમાન ખાને પોતાના પર અત્યાચાર કર્યા હોવાનું જાહેરમાં જણાવે છે. સલમાનની ‘બીઈંગ હ્યુમન’ ઈમેજને ખરડાવવામાં સોમી અલીએ કોઈ કસર રાખી નથી.

સોમીએ ફરી એક વાર તેની સામે ગંભીર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, લોરેન્સ બિશ્નોઈ કરતાં વધારે ખરાબ સલમાન ખાન છે. સલમાન ખાને હજુ લગ્ન કર્યા નથી, પરંતુ તેની ગર્લફ્રેન્ડની યાદી ઘણી લાંબી છે. તેમાંથી સંગીતા બિજલાણી અને કેટરિના કૈફ સાથે સલમાનને સારા સંબંધો છે. પોતાના સલમાન સાથેના સંબંધો બગડવા અંગે સોમીએ કહ્યું હતું કે, સલમાને મારી સાથે જેવો વ્યવહાર કર્યો હતો, તેવું બીજા કોઈ સાથે કર્યું ન હતું. મારું સલમાને જેટલી ખરાબ રીતે શોષણ કર્યું, તેનું અડધું દુઃખ પણ સંગીતા અને કેટરિનાએ સહન કર્યું નથી. વધુમાં સોમીએ કહ્યું હતું કે, ઐશ્વર્યા સાથે સલમાનનું વર્તન ખૂબ ખરાબ હતું. સલમાને ઐશ્વર્યાના ખભા પર ફ્રેક્ચર કરી દીધું હતું. જોકે, કેટરિના સાથે સલમાને શું કર્યું તે બાબતે હું ચોક્કસ નથી.

સલમાને પોતાની સાથે જે વર્તન કર્યું હતું, તેને જોતાં સોમી અલીને વિશ્વાસ છે કે લોરેન્સ બિશ્નોઈ પણ સલમાન કરતાં વધારે સારો હશે. સલમાન સાથેનો એક પ્રસંગ યાદ કરતાં સોમીએ કહ્યું કે, સલમાન તેને બહુ ખરાબ રીતે મારી રહ્યો હતો અને તે સમયે ઘરના નોકરે દરવાજો ખટખટાવીને નહીં મારવાની વિનંતી કરી હતી. ગુસ્સે થઈ સલમાને બંનેને વધારે માર્યા હતા. એક તબક્કે પોતાની હાલત જોઈને તબ્બુ પણ રડી પડી હોવાનો દાવો સોમીએ કર્યો હતો. સલમાને પોતાના પર કરેલા અત્યાચાર અંગે નિકટના મિત્રો અને માતા સિવાય કોઈને અંદાજ નહીં હોવાનું સોમીએ જણાવ્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, સોમી અલી 90ના દસકામાં બોલીવૂડમાં સક્રીય હતી. આઠ વર્ષ સલમાન સાથે સંબંધ રાખ્યા પછી 1999માં સોમીએ ભારત છોડ્યુ હતું. સલમાન ખાને ઐશ્વર્યા રાય સાથે નિકટતા વધારવાના પ્રયાસો કર્યા હોવાથી સોમી અલીની લાગણી દુભાઈ હતી અને તેણે ભારત છોડ્યુ હતું. સલમાન સાથે બ્રેક અપ પછી સોમીએ ઘરેલુ હિંસા અને માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોની મદદ માટે બિન સરકારી સંસ્થાની શરૂઆત કરી છે.

LEAVE A REPLY