(PTI Photo/Kunal Patil)
ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને રીલાયન્સ ઇન્ડસટ્રીઝના ચેરમેન મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતના રાધિકા મરચન્ટ સાથેના લગ્નમાં તાજેતરમાં ભવ્યાતિભવ્ય માહોલમાં યોજાયા હતા. ઝાકમઝોળભર્યા આ પ્રસંગમાં દેશ-વિદેશની દરેક ક્ષેત્રની જાણીતી સેલિબ્રિટીઝ ઉપસ્થિત રહી હતી. જોકે, બોલીવૂડની કેટલીક એવી પણ જાણીતી સેલિબ્રિટીઝ છે, તેઓ ક્યારેય અંબાણીના કોઇપણ પ્રસંગમાં જોવા મળતી નથી. કહેવાય છે કે આ સેલિબ્રિટિઝ અંબાણી પરિવારની નજીક નથી. સૂત્રોના જણાવ્યા મુજબ મોડી રાત્રે લગ્ન સમયે કરીના કપૂર, સૈફ અલી ખાન, ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા લંડનમાં હોવાથી આવી નહોતા શક્યા.
હિમાચલ પ્રદેશમાંથી સાંસદ પદે ચૂંટાયેલી કંગના રનૌતને એવોર્ડ સમારંભ કે ભવ્યાતિભવ્ય પ્રસંગોમાં જવાનું પસંદ નથી. તે સમય મળે ત્યારે ઘરમાં રહેવાનું પસંદ કરે છે. કંગના અંબાણી પરિવારના પ્રસંગોથી દૂર રહે છે.
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલને પણ ક્યારેય કોઇ ફિલ્મી પાર્ટીમાં જવાનું પસંદ નથી. તેઓ અંબાણીના પ્રસંગોમાં પણ ક્યારેય જોવા નથી મળતા. એવી જ રીતે તેમનો ભાઇ બોબી દેઓલ પણ આવા પ્રસંગોમાં ઓછો જોવા મળે છે, જોકે, તે બોલીવૂડની પાર્ટીઓમાં ઘણીવાર દેખાય છે.
ફિલ્મ રસિકોના દિલમાં અનોખું સ્થાન બનાવનાર નવાઝુદ્દીન સિદ્દીકીની વાત કરીએ તો તેણે પોતાના અભિનયના કારણે લોકપ્રિય ધરાવે છે. નવાઝુદ્દીન પણ બોલીવૂડની પાર્ટીઓમાં ખૂબ જ ઓછા જોવા મળે છે. તેઓ પણ ક્યારેય અંબાણીના પ્રસંગોમાં જોવા મળતા નથી.
પીઢ અભિનેત્રી તબ્બુ પણ અનેકવાર ફિલ્મી કાર્યક્રમો જોવા મળે છે, પરંતુ તે પણ ક્યારેય અંબાણીને ત્યાં જોવા મળી નથી બની. જોકે, તેણે આ અંગે ક્યારેય કોઇપણ પ્રકારનું નિવેદન આપ્યું નથી નથી.
ઇમરાન હાશમી પણ બોલીવૂડમાં યોજાતી પાર્ટી કે અન્ય કોઇ પ્રસંગોમાં ખૂબ જ ઓછો જોવા મળે છે.
ફિલ્મોની સાથે વેબસીરિઝમાં લોકપ્રિયતા મેળવનાર અભિનેતા પંકજ ત્રિપાઠી પણ બોલીવૂડમાં થતી પાર્ટીઓમાં હાજરી આપતા નથી. અંબાણીના પ્રસંગોમાં પણ તેઓ ક્યારેય દેખાતા નથી.
અન્ય લોકપ્રિય અભિનેતા મનોજ બાજપાયી પણ બોલિવૂડમાં યોજાતી પાર્ટીઓથી દૂર રહેવાનું જ પસંદ કરે છે અને તેઓ પણ અંબાણી પરિવારની નજીક નથી.

LEAVE A REPLY