(ANI Photo)

ભારતના ક્રિકેટર સૂર્યકુમાર યાદવને આઈસીસીએ 2022નો સર્વશ્રેષ્ઠ ટી-20 ક્રિકેટર જાહેર કર્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની તાહિલા મેક્ગ્રાને 2022ની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનો એવોર્ડ મળ્યો છે. 2022માં સૂર્યકુમારે 31 ટી-20 મેચમાં 46.56ની સરેરાશથી 187.43ના સ્ટ્રાઈક રેટ સાથે 1164 રન કર્યા હતા.

જ્યારે એક વર્ષમાં ટી-20માં એક હજારથી વધુ રન ફટકારનાર તે ફક્ત બીજો બેટ્સમેન છે. આ વર્ષે તેણે કુલ 68 છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર એક વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટ્સમેન પણ બની ગયો છે. ગત વર્ષે તેણે બે સદી અને 9 અર્ધસદી ફટકારી હતી.  સૂર્યકુમારે ટી-20માં પ્રથમ સદી પણ ગત વર્ષે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફટકારી હતી. ઈંગ્લેન્ડે 216 રનનો ટારગેટ આપ્યો હતો જેના જવાબમાં ભારતીય ટીમે 31 રને 3 વિકેટ ગુમાવી હતી. તેના પછી સૂર્યકુમારે એક યાદગાર ઈનિંગ રમી હતી. તેણે ૫૫ બોલમાં 117 રન ફટકાર્યા હતા.

LEAVE A REPLY