2021માં ઇંગ્લેન્ડમાં સોશ્યલ કેર વર્કફોર્સને વિકસાવવા માટે ઓછામાં ઓછા £500 મિલિયન ફાળવવાનું વચન આપનાર સરકારે તેને અડધુ કરી દઇ હવે £250 મિલિયન ફાળવવાનું જાહેર કર્યું છે. આ રકમ આગામી ત્રણ વર્ષમાં તાલીમ સ્થાનો અને ટેક્નોલોજી પર ખર્ચવામાં આવશે.
સખાવતી સંસ્થાઓએ જણાવ્યું હતું કે આ કાપ સામાજિક સંભાળ અંગે “નિરાશાઓની લાંબી શ્રેણીમાં માત્ર નવીનતમ” છે. આ ક્ષેત્રની સંસ્થાઓએ કહ્યું છે કે જરૂરી ફંડથી આ રકમ ખૂબ જ ઓછી છે. સરકારે કહ્યું છે કે તેની તાજી યોજના કર્મચારીઓને પ્રોત્સાહન આપશે અને હોસ્પિટલને બેડ મુક્ત કરવામાં મદદ કરશે. વ્હાઇટ પેપરમાં સમગ્ર ક્ષેત્રમાં ડિજિટાઇઝેશનમાં ઓછામાં ઓછા £150 મિલિયનનું રોકાણ કરવાનું વચન આપવામાં આવ્યું હતું. જે આંકડો હવે £100 મિલિયન છે કારણ કે £50 મિલિયન પહેલેથી જ ખર્ચાઈ ચૂક્યા છે.