સોસ્યલ એન્ક્ઝાઇટીને સમજવામાં અને તેને દૂર કરવામાં તમને મદદ કરવા માટે એક વ્યવહારુ, સહાયક અને વાંચવામાં સરળ માર્ગદર્શિકા, મદદરૂપ ટિપ્સ અને લેવા યોગ્ય પગલાં અને સલાહથી ભરપૂર પુસ્તક ‘’હાઉ ટૂ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડીલ સોસ્યલ એન્કઝાઇટી’’ આપણને સૌને મદદ કરવા ઉપલબ્ધ છે.
‘’હાઉ ટૂ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડીલ સોસ્યલ એન્કઝાઇટી’’ પુસ્તક એક મૈત્રીપૂર્ણ, સુલભ માર્ગદર્શિકા છે જેમાં તમને તમારા સંઘર્ષના સ્ત્રોતને ઓળખવા અને બોજ ઘટાડવા અથવા તેનું સંચાલન કરવા માટે વ્યવહારુ પગલાં લેવાની જરૂર છે તે બધી માહિતી અને સલાહ રજૂ કરાઇ છે. સોસ્યલ એન્કઝાઇટી પાછળનું વિજ્ઞાન જાણીને, તે તમારા મન અને શરીરને કેવી રીતે અસર કરે છે તે સમજવાથી, તમે તમારા પરની તેની પકડને દૂર કરવાનું શરૂ કરશો. આ પુસ્તક તમને તમારા માનસિક સ્વાસ્થ્યને ટેકો આપવા અને તમારી એકંદર સુખાકારીને સુધારવાની શ્રેષ્ઠ રીતો શોધવામાં મદદ કરશે એ ચોક્કસ છે.
આ પુસ્તક દ્વારા તમને નીચે મુજબના પગલા લેવા ભલામણ કરાઇ છે.
- સામાજિક અસ્વસ્થતા પાછળનું વિજ્ઞાન સમજવા, તે કેવી રીતે થાય છે, તેનું કારણ શું છે અને લક્ષણો અને ટ્રિગર્સને કેવી રીતે ઓળખવા.
- શ્વાસ લેવાની કસરતો અને તંદુરસ્ત જીવનશૈલીની પસંદગીથી લઈને સમસ્યાનું નિરાકરણ કરવાની ટેકનીકો અને સામનો કરવાની પદ્ધતિઓ જાણો. સામાજિક અસ્વસ્થતાના લક્ષણોને દૂર કરવા તમે જે પણ શારીરિક અને વ્યવહારુ પગલાં લઈ શકો તેનાથી સજ્જ બનો.
- માઇન્ડફુલનેસ, વિઝ્યુલાઇઝેશન અને બ્રેથવર્ક જેવી સોસ્યલ એન્ક્ઝાઇટી ત્રાટકે છે ત્યારે તેનો સામનો કરવા ઘણા બધા ઉપાયો હાથવગા રાખો.
- ઉપલબ્ધ તબીબી સારવારો અને ઉપચારો વિશે જાણો, અને પ્રોફેશનલ્સની મદદ અથવા સમર્થન કેવી રીતે અને ક્યારે લેવું તે જાણો.
પુસ્તક સમિક્ષા
* હાલમાં હું મિતા મિસ્ત્રી દ્વારા લખાયેલ ‘હાઉ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ડીલ વિથ સોશિયલ એન્ઝાઈટી’ પુસ્તક વાંચી રહ્યો છું – જે ખૂબ જ મદદરૂપ છે. કાશ હું નાનો હતો ત્યારે આ પુસ્તક હોત!’ – સન્ની હુંદાલ, એડિટર, ધ ઈન્ડિપેન્ડન્ટ.
* અદ્ભુત. મિતા મિસ્ત્રીને સોશિયલ એન્ઝાઈટી પરના તેમના પુસ્તક બદલ અભિનંદન. અમે જાણીએ છીએ કે રોગચાળા દરમિયાન, ખાસ કરીને યુવાનોમાં સોશિયલ એન્ઝાઈટીના દરમાં ભારે વધારો થયો છે. આ પુસ્તક સંઘર્ષ કરી રહેલા સૌ કોઈ માટે ખૂબ ઉપયોગી છે. – બિનિતા કેન, ફેફસાના ડોક્ટર અને SAGE ના સભ્ય.
લેખક પરિચય:
મિતા માઇન્ડફુલનેસ-આધારિત કોગ્નિટીવ થેરાપીનો ઉપયોગ કરે છે અને એક્યુપંકચરની પ્રેક્ટિસ કરે છે. તેઓ જીવનના તમામ ક્ષેત્રના લોકોને મદદ કરે છે. તેણી હોસ્પિટલો, ડોકટરો, શાળાઓ, વર્કપ્લેસ અને ઘરેલું દુર્વ્યવહારથી બચી ગયેલા લોકોને માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમાનું શિક્ષણ આપે છે. તેઓ કટારલેખક અને સાહિત્યિક સંપાદક પણ છે. તેમણે ઉત્કૃષ્ટ લેખકોના ઇન્ટરવ્યુ લીધા છે, વિવિધ શૈલીઓના પુસ્તકોની સમીક્ષા કરી છે.
Book: How to Understand and Deal with Social Anxiety
Author: Mita Mistry
Publisher : Octopus Publishing Group
Price: £6.99