ઉત્તરાખંડમાં 10મેથી ચાલુ થયેલી ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 64 શ્રદ્ધાળુના મોત થયા છે. 52 લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતાં અને તેમાંથી મોટાભાગના શ્રદ્ધાળુઓ 60 વર્ષથી વધુ ઉંમરના હતાં. ગંગોત્રીમાં ત્રણ, યમુનોત્રીમાં 12, બદ્રીનાથમાં 14 અને કેદારનાથમાં 23 શ્રદ્ધાળુઓના મોત થયા હતાં.
અત્યાર સુધીમાં 11 લાખ શ્રદ્ધાળુઓએ ચારધામના દર્શન કર્યા છે. આ પ્રખ્યાત ધાર્મિક યાત્રા માટે 31 લાખ લોકોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અહીં વધતી ભીડ અને અરાજકતાને કારણે 31 મે સુધી ઓફલાઇન રજિસ્ટ્રેશન બંધ કરાયું હતું. ગયા વર્ષની સરખામણીમાં યમુનોત્રીમાં યાત્રીઓની સંખ્યામાં 127 ટકા અને કેદારનાથમાં 156 ટકાનો વધારો જોવા મળ્યો હતો. આ વર્ષે ચારધામ યાત્રામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. દર વર્ષ કરતા આ વખતે સૌથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કરી ગત વર્ષોના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. યાત્રાના માર્ગ પર કેટલાક સ્થળોએ ભીડ ઉમટી પડતા વ્યવસ્થા ખોરવાઈ હતી.
આ વર્ષે વિતેલા વર્ષોની તુલનાએ લગભગ બમણી સંખ્યામાં શ્રદ્ધઆળુઓની ભીડ દર્શન કરવા આવી રહી છે. થોડા દિવસો પહેલા ગઢવાલના કમિશનરે કહ્યું હતું કે, ‘ચારધામ યાત્રામાં ભીડને નિયંત્રણ કરવા માટે જરૂર પડશે તો NDRF અને ITBPની મદદ લેવાશે.